મુંબઇ, 28 જૂનઃ Shefali passes away: કાંટા લગા… ગીતને કારણે પ્રસિદ્ધ થઈ ચૂકેલી જાણીતી અભિનેત્રી અને મોડેલ શેફાલી જરીવાલાનું કાર્ડિયાક અરેસ્ટને કારણે નિધન થઇ ગયું છે. આ અહેવાલ બાદથી બોલિવૂડમાં શૉકનો માહોલ છવાયો છે. તેમના પતિ પરાગ ત્યાગીએ શેફાલીને છાતીમાં દુઃખાવાની ફરિયાદને પગલે હોસ્પિટલ પહોંચાડી હતી પરંતુ ત્યાં ડૉક્ટરોએ સારવાર દરમિયાન તેને મૃત જાહેર કરી દીધી હતી.
VIDEO | Mortal remains of late actor Shefali Jariwala, who passes away at the age of 42, being taken for last rites. Her husband, Parag Tyagi, carries her on the final journey.#ShefaliJariwala
(Full video available on PTI Videos – https://t.co/n147TvrpG7) pic.twitter.com/5UoRS3H3kF
— Press Trust of India (@PTI_News) June 28, 2025
શેફાલીની અંતિમ યાત્રા તેના ઘરથી શરૂ થઈ છે. તેના પતિ પરાગે તેના નશ્વર દેહને ખભા આપ્યા. શેફાલીના અંતિમ સંસ્કાર ઓશિવારાના એ જ સ્મશાનગૃહમાં કરવામાં આવશે જ્યાં સિદ્ધાર્થ શુક્લાના અંતિમ સંસ્કાર પણ કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચોઃ Bilawal Bhutto: બિલાવલ ભુટ્ટોએ આપી ધમકી, કહ્યું- પાણી આપો નહીં યુદ્ધ માટે તૈયાર રહો! ભારતે આપ્યો જોરદાર જવાબ
View this post on Instagram
શેફાલીને અંતિમ વિદાય આપવા માટે આરતી સિંહ તેના પતિ સાથે શેફાલી જરીવાલાના ઘરે પહોંચી છે. એક વીડિયો પણ સામે આવ્યો છે જેમાં માહિરા શર્મા પણ આ બંને સાથે જોવા મળી રહી છે. આ પહેલા આરતી પણ હોસ્પિટલ ગઈ હતી. શેફાલી જરીવાલાની અંતિમ યાત્રામાં શહેનાઝ ગિલ પણ સામેલ થઇ હતી.
ઉલ્લેખનીય છે કે, જરીવાલાને લગભગ 12:30 વાગ્યે અંધેરીમાં કપૂર હોસ્પિટલમાં લવાઈ હતી. તે હોસ્પિટલ આવતા સુધીમાં મૃત્યુ પામી ચૂકી હતી. ત્યારબાદ પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું. હોસ્પિટલના આસિસ્ટન્ટ મેડિકલ ઓફિસરે આ મામલે માહિતી આપી હતી કે અહીં તેમનો મૃતદેહ લાવતા પહેલા આ લોકો કોઈ અન્ય હોસ્પિટલમાં ગયા હતા. એટલા માટે મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ આવ્યા પછી જ જાણી શકાશે.
In a heartbreaking development, actress and model #ShefaliJariwala, best known for her iconic appearance in the early 2000s music video Kaanta Laga passes away at 42.
Shefali was brought to Bellevue Multispeciality Hospital in Andheri some time ago but tragically, she was… pic.twitter.com/4VHRv4PXXS
— Filmfare (@filmfare) June 27, 2025
આ દરમિયાન મુંબઈ પોલીસ મોડી રાત્રે શેફાલીના અંધેરી સ્થિત ઘરે તપાસ માટે પહોંચી હતી. ફોરેન્સિક ટીમ પણ ઘટનાસ્થળે હાજર હતી અને ઘરની સંપૂર્ણ તપાસ કરવામાં આવી હતી. જોકે, શેફાલીના મૃત્યુ અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી, પરંતુ પોલીસ અને ફોરેન્સિક ટીમ જે રીતે તપાસ કરી રહી છે તે જોતાં આ કેસ શંકાસ્પદ લાગી રહ્યો છે.
આ પણ વાંચોઃ Rain Forecast: આવતીકાલે 28 જિલ્લામાં યલો-ઑરેન્જ ઍલર્ટ, હજી 6 દિવસ ભારે વરસાદની આગાહી- વાંચો વિગત

