મનોરંજન ડેસ્ક, 21 ફેબ્રુઆરીઃ Saif Health Update: બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાનને હવે લીલાવતી હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. છ દિવસ સુધી ડોક્ટરોના નિરીક્ષણ હેઠળ રહ્યા બાદ, સૈફ અલી ખાન ધીમે ધીમે સ્વસ્થ થઈ રહ્યો છે. અભિનેતાની તબિયતમાં સુધારો જોઈને ડોક્ટરોએ તેમને હોસ્પિટલમાંથી રજા આપી દીધી છે. તેમને લેવા માટે કરીના કપૂર ખાન તેના પતિ સૈફને લેવા હોસ્પિટલ પહોંચ્યા છે. અહેવાલો અનુસાર, સૈફ અલી ખાનને બીજા ઘરમાં શિફ્ટ કરાશે અને તેમની સુરક્ષા વધારો કરી દેવામાં આવ્યો છે.
#WATCH | Actor #SaifAliKhan reached his residence after he was discharged from Lilavati Hospital in Mumbai.
Saif Ali Khan was admitted there after being stabbed by an intruder at his residence, in the early morning of January 16. pic.twitter.com/QKIfGH1xqq
— ANI (@ANI) January 21, 2025
સૈફ અલી ખાન પર થયેલાં હુમલાના આરોપી મહોમ્મદ શરીફુલ ઇસ્લામ શહેઝાદ સાથે પોલીસ પૂછપરછ કરી રહી છે. આરોપીને લઈને મુંબઈ પોલીસ સૈફ અલી ખાનના ઘરે પહોંચી હતી. જ્યાં હુમલાના દિવસે બનેલી ઘટનાને રિક્રિએટ કરવામાં આવી હતી. આ દરમિયાન મુંબઈ પોલીસને ઘટનાસ્થળેથી શરીફુલના 19 ફિંગરપ્રિન્ટ મળ્યા છે.
#WATCH | Maharashtra: Actor #SaifAliKhan reaches his residence after he was discharged from Lilavati Hospital in Mumbai.
Saif Ali Khan was admitted there after being stabbed by an intruder at his residence, in the early morning of January 16. pic.twitter.com/g2p762r3oh
— ANI (@ANI) January 21, 2025
પોલીસને ફિંગરપ્રિન્ટના પુરાવા સૈફના ઘરના બાથરૂમની બારી, ડફ્ટ એરિયા, સીડી, અગાસી અને બાથરૂમ સિવાય એ સીડીમાંથી મળ્યાં, જેનો ઉપયોગ શરીફુલે સૈફના ઘરમાં ઘૂસવા અને બહાર નીકળવા કર્યો હતો. પોલીસે આ 19 ફિંગરપ્રિન્ટને આ મામલે મુખ્ય પુરાવો માનીને આગળની તપાસ હાથ ધરી છે.
ગુરૂવારે (16મી જાન્યુઆરી) મોડી રાત્રે બોલિવૂડ અભિનેતા સૈફ અલી ખાન પર ચાકૂથી હુમલો કરવામાં આવ્યો હતો. બંને વચ્ચે ઝપાઝપી થઈ હતી, જેમાં ચોરીના ઈરાદાથી ઘરમાં ઘૂસેલા શરીફુલે એક્ટર પર હુમલો કર્યો હતો.
આ પણ વાંચોઃ Neeraj Chopra Marriage: નીરજ ચોપરા લગ્ન બંધનમાં જોડાયા, જાણો કોણ છે ગોલ્ડન મેનની ધર્મ પત્ની!

