વર્લ્ડ ન્યુઝ, 26 સપ્ટેમ્બરઃ Russia Ukraine War: રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા અઢી વર્ષથી ભયંકર યુદ્ધ ચાલી રહ્યું છે. આ યુદ્ધની અસર વિશ્વના મોટા ભાગના દેશો પર જોવા મળી છે. જોકે યુક્રેનને અમેરિકા તેમજ બ્રિટન જેવા દેશો સમર્થન આપી રહ્યા છે અને હવે તેમણે યુક્રેનને રશિયામાં ઘૂસીને હુમલો કરવાની છૂટ આપી છે.
યુક્રેનને એવા એવા હથિયારો મળી રહ્યા છે જેના કારણે તેઓ રશિયામાં ઘૂસીને હુમલો કરી શકે છે. પરિણામે હવે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન પણ આવેશમાં આવી ગયા છે. તેમણે તાત્કાલિક એક મીટિંગ બોલાવી અને બાદમાં કહ્યું જો આ રીતે જ હવાઈ હુમલાઓ યથાવત રહ્યા તો તેઓ પરમાણુ હુમલો કરીને જડબાતોડ જવાબ આપશે.
☝️ “When a person loses his temper he shows weakness, a person in my position has no right to show weakness” – President Putin. https://t.co/gyXCZWxNRW pic.twitter.com/qVYDljaDlb
— World life (@seautocure) September 25, 2024
યુક્રેનને હાલમાં જ બ્રિટન અને અમેરિકા તરફથી ક્રૂઝ મિસાઈલોનો એક મોટો જથ્થો મળ્યો છે. જેના દ્વારા તે સતત રશિયાના શહેરોને નિશાન બનાવી રહ્યું છે. ગત સપ્તાહે એવી માહિતી સામે આવી હતી કે બ્રિટને તેના ‘‘સ્ટોર્મ શેડો’’ ક્રૂઝ મિસાઈલનો ઉપયોગ રશિયાની અંદર કરવાની યુક્રેનને મંજૂરી આપી દીધી છે.
સમગ્ર મામલે બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટારમર અને અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેન વચ્ચે હાલમાં આ મુદ્દે અમેરિકામાં એક બેઠક થઈ હતી. આ બેઠક દરમિયાન યુક્રેનને વધુ હથિયાર આપવાની સહમતિ આપવામાં આવી. રશિયાની ખાનગી એજન્સીઓ દ્વારા સપ્ટેમ્બરની શરૂઆતમાં જ કહેવામાં આવ્યું હતું કે યુક્રેન યુદ્ધને પશ્ચિમી દેશો દ્વારા વધારો આપવામાં આવી રહ્યો છે. જેથી રશિયા માટે પરમાણુ સિદ્ધાંતને સંશોધિત કરવા આવશ્યક બની ગયા છે.
What Putin said? pic.twitter.com/5bNlAt7gwK
— ⚡☀️sLOVEnia 🇸🇮☀️⚡ (@occultni) September 25, 2024
એક રિપોર્ટ પ્રમાણે રાષ્ટ્રપતિ પુતિને જે મીટિંગ બોલાવી હતી તેમાં અમેરિકા અને બ્રિટન દ્વારા જે ક્રૂઝ મિસાઈલોને લોન્ચ કરવાની મંજૂરી આપવામાં આવી તેને લઈને ગંભીર ચિંતા તેમણે વ્યક્ત કરી. જેમાં તેમણે કહ્યું આ રશિયા સાથે સીધું યુદ્ધ છે. જેથી મોસ્કોએ આવી સ્થિતિમાં યોગ્ય નિર્ણય લેવા માટે મજબૂર થવું પડશે.
આ પણ વાંચોઃ job vacancy: ITI કરેલા ઉમેદવારો માટે સરકારી નોકરીની ઉત્તમ તક, જાણો અરજી કરવાની છેલ્લી તારીખ તથા અન્ય વિગત
ઉલ્લેખનીય છે કે હાલ રશિયાનો પરમાણુ સિદ્ધાંત એવું કહે છે જો તેમના પર કોઈ પરમાણુ હુમલો કરશે તો જ તેઓ પરમાણુ હુમલો કરશે. અમેરિકા અને રશિયા વચ્ચે એક પરમાણુ સંધિ પણ છે. જેને ‘‘યુએસ-રશિયા ન્યૂ સ્ટાર્ટ સંધિ’’ કહેવામાં આવે છે. આ સંધિ 5 ફેબ્રુઆરી, 2011ના રોજ લાગુ થઈ હતી. એક તરફ ભારત રશિયા-યુક્રેન યુદ્ધને શાંતિથી સમાપ્ત કરવા માગે છે.

