RTE

RTE Form Filling Deadline: ગુજરાતમાં RTE હેઠળ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ- વાંચો આ મહત્વની જાણકારી

ગાંધીનગર, 13 માર્ચઃ RTE Form Filling Deadline: RTE (રાઇટ ટુ એજ્યુકેશન) હેઠળ સરકાર દ્વારા ગરીબ અને અનુસૂચિત જાતિ/ અનુસૂચિત જનજાતિના તેમજ જરૂરિયાતમંદ બાળકોને ખાનગી શાળામાં મફત શિક્ષણની સુવિધા પૂરી પાડવામાં આવે છે. જેમાં બાળકોની ફી સરકાર ચૂકવે છે. ત્યારે હવે RTE હેઠળ ફોર્મ ભરવા માટેની મુદતમાં 4 દિવસનો વધારો કરવામાં આવ્યો છે. શિક્ષણ મંત્રીના જણાવ્યા અનુસાર, ફોર્મ ભરવાની મુદ્દતમાં હજુ 10 દિવસનો સમય વધારવામાં આવી શકે છે.

શૈક્ષણિક વર્ષ 2025-26માં આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 12 માર્ચ 2025ના રાતના 12 વાગ્યા સુધી રાખવામાં આવી હતી. જોકે, વેબસાઈટ પર યુઝર્સની સંખ્યામાં વધારો થવાથી સાઈટ ધીમી થવાના કારણે ઓનલાઈન ફોર્મ ભરવાની સમયમર્યાદા 16 માર્ચ 2025ની રાતના 12.00 વાગ્યા સુધી વધારવામાં આવી છે. જિલ્લા કક્ષાએ ફોર્મ ચકાસણી થતા પ્રવેશ પ્રક્રિયાના રાઉન્‍ડ સબંધિત તારીખો આગામી સમયમાં જાહેર કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Holika Dahan Muharat: આજે છે પૂર્ણિમાની તિથિ, જાણો હોલિકા દહનનો શુભ સમય સાથે તેની સાથે જોડાયેલી દંતકથા

આ પણ વાંચોઃ Immigration Bill 2025: લોકસભામાં આજે રજૂ થયું ઇમિગ્રેશન ઍન્ડ ફોરેનર્સ બિલ, વિઝા-વિદેશી કાયદામાં થશે મોટો ફેરફાર- વાંચો વિગત