Rohit Became A Father

Rohit Became a father: ભારતીય કેપ્ટન રોહિત બીજી વખત બન્યો પિતા, રિતિકાએ આપ્યો પુત્રને જન્મ- વાંચો વિગત

સ્પોર્ટ્સ ડેસ્ક, 16 નવેમ્બરઃ Rohit Became a father: ભારતીય ટીમ કેપ્ટન રોહિત શર્માને જેની તે સૌથી વધુ રાહ જોઈ રહ્યો હતો એવા સારા સમાચાર મળ્યા છે. ભારતીય કેપ્ટન રોહિત બીજી વખત પિતા બન્યો છે. રોહિતની પત્ની રિતિકાએ એક પુત્રને જન્મ આપ્યો હોવાની માહિતી સામે આવી છે. દીકરી બાદ હવે રોહિત એક પુત્રનો પિતા પણ બની ગયો છે.

માહિતી અનુસાર રોહિતની પત્ની રિતિકાએ 15 નવેમ્બર, શુક્રવારે મુંબઈમાં એક પુત્રને જન્મ આપ્યો હતો. રોહિત અને રિતિકા સિવાય આ સમાચારે તેમના પરિવાર અને તેમના તમામ ચાહકોમાં ખુશીઓ ભરી દીધી હતી. આ સિવાય આ સારા સમાચારે ટીમ ઈન્ડિયાના ચાહકોને પણ ખુશ કરી દીધા છે .

આ પણ વાંચોઃ 3 drowned in Narmada: ભરુચ ખાતે યોજાયેલા શુક્લતીર્થના મેળા દરમિયાન નદીમાં ન્હાવા ગયેલા 3 લોકો ડૂબ્યા- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, ભારતીય કેપ્ટને ડિસેમ્બર 2015માં રિતિકા સાથે લગ્ન કર્યા હતા. આ પછી ડિસેમ્બર 2018માં તેમની દીકરી સમાયરાનો જન્મ થયો. હવે નવેમ્બર 2024માં ભારતીય કેપ્ટનના પરિવારમાં વધુ એક સભ્યનો ઉમેરો થયો છે અને પુત્રી સમાયરાને એક નાનો ભાઈ મળ્યો છે.

બાળકના જન્મની રાહ જોતા રોહિત ટેસ્ટ સિરીઝ માટે પોતાના સાથી ખેલાડીઓ સાથે ઓસ્ટ્રેલિયા જવા રવાના થઈ શક્યો ન હતો. ભારતીય કેપ્ટન વિશે સતત એવી અટકળો ચાલી રહી હતી કે તે પ્રથમ ટેસ્ટમાં રમી શકશે નહીં, જ્યારે બીજી ટેસ્ટમાં રમવાને લઈને સ્થિતિ સ્પષ્ટ નથી.

આ પણ વાંચોઃ Earthquake felt:અમદાવાદ, મહેસાણા સહિત અનેક વિસ્તારોમાં 4.2ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો- વાંચો વિગત