Remo DSouza

Remo D’Souza: કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને તેની પત્ની પર લાગ્યો છેતરપિંડીનો આરોપ, સોશિયલ મીડિયા દ્વારા રેમોએ જણાવી હકીકત

બોલિવુડ ડેસ્ક, 21 ઓક્ટોબર: Remo D’Souza: બોલિવુડના જાણીતા કોરિયોગ્રાફર રેમો ડિસોઝા અને તેની પત્ની લિઝલ વિશે એવો દાવો કરવામાં આવી રહ્યો હતો કે આ બંને અન્ય પાંચ લોકો સાથે મળીને એક ડાન્સ ગ્રુપ સાથે છેતરપિંડી કરી હતી. આ તમામ સામે કેસ નોંધવામાં આવ્યો છે. મુંબઈની થાણે પોલીસે જણાવ્યું કે આ ફરિયાદ શનિવારે નોંધાઈ હતી. તમામ પર રૂ. 11.96 કરોડની છેતરપિંડી કરવાનો આરોપ છે. પરંતુ રેમોએ એક પોસ્ટ દ્વારા આ સમાચારોને સંપૂર્ણપણે ફગાવી દીધા છે. કહેવાય છે કે આ અહેવાલોમાં કોઈ સત્યતા નથી. બધી અફવાઓ છે.

આ પણ વાંચોઃ PCBs special offer to BCCI: ચેમ્પિયન્સ ટ્રોફી માટે પાકિસ્તાને ટીમ ઈન્ડિયાને આપી આ ખાસ ઓફર- વાંચો વિગત

 

View this post on Instagram

 

A post shared by Remo Dsouza (@remodsouza)

કોરિયોગ્રાફરે પોસ્ટમાં લખ્યું છે કે, ‘કેટલાક મીડિયા રિપોર્ટ્સથી અમને ખબર પડી કે અમારી વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમે એક ડાન્સ ગ્રુપ સાથે છેતરપિંડી કરી છે. મને એ કહેતા અફસોસ થાય છે કે અમારા વિશે આવા સમાચાર પ્રકાશિત થઈ રહ્યા છે. અમે દરેકને વિનંતી કરવા માંગીએ છીએ કે આમાં કોઈ સત્ય નથી. તમામ સમાચાર ખોટા છે અને લોકો અમારા વિશે અફવાઓ ફેલાવી રહ્યા છે.’

રેમોએ તેની પોસ્ટમાં વધુમાં જણાવ્યું હતું કે, ‘અમે અમારો આ કેસ સમય પર છોડી રહ્યા છીએ. અમે અત્યાર સુધી જે રીતે ઓથોરિટીને મદદ કરી છે એવી જ રીતે આગળ પણ જરૂરી મદદ પૂરી પાડીશું. હું મારા પરિવાર, મિત્રો અને ચાહકોનો તેમના સમર્થન માટે આભાર માનું છું. તેઓ જે રીતે અમારા પર પ્રેમ લૂંટાવે છે, તે અમારો માટે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે.’

આ પણ વાંચોઃ Drugs Party in Surat: સુરતમાં ડ્રગ્સનું ચલણ વધતું, CIDએ 9 વિદેશી સ્પા ગર્લ સહિત કુલ 14ની ધરપકડ કરી- વાંચો વિગત