Ration

Ration card: સરકારનો રેશનકાર્ડ અંગે મોટો નિર્ણય, એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો- વાંચો વિગત

ગાંધીનગર, 16 ઓક્ટોબરઃ Ration card: ગાંધીનગર સ્થિત રાજ્યના ખાદ્ય, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગે એક મહત્વપૂર્ણ પરિપત્ર બહાર પાડ્યો છે, જે લાંબા સમયથી ચાલતી પ્રથામાં નોંધપાત્ર ફેરફાર કરે છે. રાજ્ય સરકાર દ્વારા 13 ઓક્ટોબર, 2025 ના રોજ જારી કરાયેલા આ આદેશ મુજબ, રેશનકાર્ડ હવે ઓળખના પુરાવા અથવા રહેઠાણના પુરાવા તરીકે સ્વીકારવામાં આવશે નહીં. તેનો ઉપયોગ ફક્ત સબસિડીવાળા અનાજ અને ગેસ જેવી આવશ્યક ચીજવસ્તુઓ મેળવવા માટે જ કરવામાં આવશે.

રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને સૂચનાઓ આ નિર્ણય કેન્દ્ર સરકારના લક્ષિત જાહેર વિતરણ વ્યવસ્થા (નિયંત્રણ) આદેશ, 2015 ની કલમ 4(6) અને ગુજરાત માહિતી આયોગના તાજેતરના આદેશને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે. વિભાગના નાયબ સચિવ અમિત સંગારા દ્વારા સહી કરાયેલ આ પરિપત્ર રાજ્યના તમામ જિલ્લા કલેક્ટરોને તાત્કાલિક અસરથી તેનો અમલ કરવા સૂચનાઓ સાથે મોકલવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Dev Uthani ekadashi 2025: આ તારીખે છે દેવઊઠી એકાદશી, જાણો આ દિવસનું વિશેષ મહત્વ

કેન્દ્ર સરકારનો નિર્દેશ:
ભારત સરકારના ખાદ્ય અને જાહેર વિતરણ મંત્રાલય દ્વારા વર્ષ 2015 માં જારી કરાયેલા આદેશની કલમ 4(6) સ્પષ્ટપણે જણાવે છે કે – “રેશન કાર્ડનો ઉપયોગ ઓળખના દસ્તાવેજ અથવા રહેઠાણના પુરાવા તરીકે કરવામાં આવશે નહીં.” એટલે કે, રેશન કાર્ડને ઓળખ અથવા સરનામાના પુરાવા તરીકે ગણી શકાય નહીં.

ગુજરાત માહિતી આયોગનો આદેશ:
૫ ઓગસ્ટ, ૨૦૨૫ ના રોજ, ગુજરાત માહિતી આયોગે ભલામણ કરી હતી કે રાજ્ય સરકાર આ બાબતે સ્પષ્ટ માર્ગદર્શિકા જારી કરે. તેના આધારે, આ પરિપત્ર હવે લાગુ કરવામાં આવ્યો છે. આ નવા સરકારી નિર્ણયને પગલે, રેશનકાર્ડનો ઉપયોગ ફક્ત નીચેના હેતુઓ સુધી મર્યાદિત રહેશે.

આ પણ વાંચોઃ Donald trump on Hamas: ડોનાલ્ડ ટ્રમ્પની હમાસને અંતિમ ચેતવણી “હથિયારો હેઠા મૂકો, નહિતર અમે હથિયારો છીનવી લઈશું”