મનોરંજન ડેસ્ક, 13 ઓગષ્ટઃ Pokémon Star Rachael Lillis Dies:‘પોકેમોન’ નાં ફેવરેટ ભૂમિકાનાં મિસ્ટી અને જેસીનાં અવાજ આપનાર વોઇસ એક્ટ્રેસ રશેલ લિલીસનું નિધન થયુ છે. 46 વર્ષની ઉંમરે દુનિયાને અલવિદા કહ્યું છે. રશેલનું નિધન 10 ઓગસ્ટનાં રોજ થયુ છે. રશેલને બ્રેસ્ટ કેન્સર થયુ હતુ. આ વર્ષે મે મહિનામાં બ્રેસ્ટ કેન્સરની જાણ થઇ હતી.
રશેલે દુનિયામાં અનેક એનિમેશન સીરિઝ, કાર્ટૂન અને વીડિયો ગેમ્સમાં પોતાનો અવાજ આપીને દુનિયાભરમાં એચીવમેન્ટ્સ હાસિલ કર્યું છે. એમનાં નિધનના સમાચારથી એમનાં સહયોગી અને ફેન્સ દુખી થયા છે આ સાથે અનેક લોકો શ્રદ્ધાંજલિ આપી રહ્યાં છે.
આ પણ વાંચોઃ LTC Benefit: સારા સમાચાર..! રાજ્ય સરકારી કર્મચારીઓને મળશે, વંદે ભારત ટ્રેનમાં LTCનો લાભ
પોકેમોનમાં લીડ કેરેક્ટર એશ કેચુમનો અવાજ આપનાર રશેલ લિલીનાં કો-વોઇસ એક્ટ્રેસ વર્નિકા ટેલરે એમનાં નિધનની જાણકારી સોશિયલ મિડીયા એકાઉન્ટ પર શેર કરી છે. એમને રશેલની લાઇફ અને કામને યાદ કરીને દુખ વ્યક્ત કર્યું છે. આ સાથે એક્સ પર દોસ્ત રશેલને લઇને લાંબી નોટ પણ લખી છે.
We all know Rachael Lillis from the many wonderful roles she played. She filled our Saturday mornings and before/after school hours with her beautiful voice, her terrific comic timing, and her remarkable acting skills. #RachaelLillis pic.twitter.com/XOjFqY0C1L
— Veronica Taylor (@TheVeronicaT) August 12, 2024
વર્નિલા ટેલરે કહ્યું કે, ‘હું બહુ ભારે મનથી આ ખબર શેર કરી રહી છું કે શનિવારનાં રોજ સાંજે 10 ઓગસ્ટ, 2024નાં રોજ રશેલ લિલીસનું નિધન થયું. શેલ એક અસાધારણ પ્રતિભા હતી. જ્યારે રશેલ બોલતી હતી તેમજ ગાતી હતી ત્યારે એનો અવાજ લોકોને તરત ગમી જતો હતો. એમની એનિમેટેડ ભૂમિકાઓ માટે હંમેશા એમને યાદ કરવામાં આવશે.’
ઉલ્લેખનીય છે કે, રશેલનાં અચાનક નિધનથી ઇન્ડસ્ટ્રીમાં અનેક લોકો દુખી છે. એનિમેશનની દુનિયામાં રશેલ ઝડપથી એક મોટો ચહેરો બની ગઇ. 1998માં શરૂ થયેલી ‘પોકેમોન’ એનિમી સીરિઝમાં વોટર-ટાઈપ જિમ લીડર મિસ્ટીને અવાજ આપ્યો હતો.

