Plane Crash

Plane Crash: અમરેલીમાં રહેણાંક વિસ્તારમાં ખાનગી કંપનીનું મીનીપ્લેન ક્રેશ થતા પાયલોટનું મોત- વાંચો વિગત

અમદાવાદ, 22 એપ્રિલઃ Plane Crash: અમરેલીમાં રહેણાંક વિસ્તારમાં એક પ્લેન ક્રેશ થવાની દુર્ઘટના સામે આવી છે. આ પ્લેન ખાનગી કંપનીના ટ્રેનિંગ સેન્ટરનું હોવાની પ્રાથમિક વિગતો સામે આવી છે. રહેણાંક વિસ્તારમાં પ્લેન ક્રેશ થતા આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા અને તેમનામાં ભયનો માહોલ ફેલાયો હતો. આ દુર્ઘટનામાં પ્લેનના પાયલોટનું મોત થયુ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર પાયલોટ માત્ર 19 વર્ષનો હતો અને પ્લેનક્રેશમાં તેનું દુખદ અવસાન થયુ છે. અમરેલીમાં ગિરિયા રોડ પર રહેણાંક વિસ્તારમાં આ પ્લેન ક્રેશ થયુ હતુ. ક્રેશ થયા બાદ બ્લાસ્ટ થયો અને સમગ્ર પ્લેન આગમાં લપેટાઈ ગયુ હતુ. આગની જ્વાળામાં લપેટાયેલુ પ્લેન નીચે પડતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો.

આ પણ વાંચોઃ GST On UPI: બે હજાર રૂપિયાના UPI ટ્રાન્ઝેક્શન પર લાગશે GST, આ વિષયને લઇ નાણા મંત્રાલયે કરી સ્પષ્ટતા- વાંચો વિગત

આ પણ વાંચોઃ Film Bhram: ગુજરાતી ફિલ્મજગતમાં પણ આવી રહી છે, સાઈકોલોજિકલ થ્રિલર મૂવી “ભ્રમ” આ તારીખે થશે રિલીઝ..!