વડોદરા, 23 જાન્યુઆરીઃ Opina Bhilar: ભારતીય ખો-ખો ટીમની વર્લ્ડકપ જીતમાં યોગદાન આપનાર ગુજરાત મહિલા ખેલાડી ઓપીના ભિલારનું વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું છે. ભારતની વિમેન્સ ટીમે પ્રથમ ખો-ખો વર્લ્ડ કપમાં ભવ્ય જીત મેળવી હતી. જેમાં રવિવારે નવી દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે બંને કેટેગરીની ફાઇનલ રમાઈ હતી. આ મેચમાં વિમેન્સ ટીમે નેપાળને 78-40ના મોટા માર્જિનથી હરાવ્યું હતું.
Dang’s Opina Shines as India Wins Kho-Kho World Cup
Opina Bhilar from Dang has made Gujarat proud by playing a key role in India’s historic victory at the Kho-Kho World Cup. The Indian women’s team claimed their first-ever title, and Opina’s remarkable performance stood out. The… pic.twitter.com/Mv3Mg3JBuo
— Our Vadodara (@ourvadodara) January 23, 2025
આ પણ વાંચોઃ Balasaheb Thackeray: ઉદ્ધવ સેનાએ બાળાસાહેબને ભારત રત્ન આપવાની કરી મોદી સરકાર સામે માંગ- વાંચો વિગત
ત્યારે આ જીતમાં યોગદાન આપનાર ડાંગની ખો-ખો ખેલાડી ઓપીના ભિલારનું વડોદરા એરપોર્ટ પર પરંપરાગત લોકનૃત્ય સાથે વડોદરા એરપોર્ટ સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત સ્પોર્ટ ઓથોરિટીના અધિકારીઓ સાથે અન્ય ખો-ખો ખેલાડીઓએ સ્વાગત કર્યુ હતું.
વર્લ્ડ કપ જીતી પરત ફરેલી મહિલા ખેલાડીના સ્વાગત માટે મોટી સંખ્યામાં લોકો પણ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે દિકરીએ ભારતને જીતાડીને જિલ્લા અને ગામના નામને રોશન કરતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ Gray hair tips: સફેદ વાળને કાળા કરવા કરો આ કુદરતી હેર ડાઈનો ઉપયોગ

