One Nation One Election

One Nation-One Election: ‘વન નેશન, વન ઈલેક્શન’ને મોદી કેબિનેટની મંજૂરી, સંસદમાં રજૂ કરાશે બિલ

નવી દિલ્હી, 12 ડિસેમ્બરઃ One Nation-One Election: મોદી કેબિનેટ બેઠકમાં આજે (12મી ડિસેમ્બર) વન નેશન-વન ઈલેક્શનના બિલને મંજૂરી મળી ગઈ છે. અહેવાલો અનુસાર, હવે મોદી સરકાર આ બિલને ગૃહમાં રજૂ કરી શકે છે. આગામી અઠવાડિયામાં શિયાળુ સત્રમાં આ બિલ રજૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

આ પણ વાંચોઃ Engineer Last Wishes: બેંગલુરુમાં એન્જિનિયર અતુલના આપઘાતની ઘટના ચર્ચામાં, સુસાઇડ નોટમાં જણાવી 11 અંતિમ ઇચ્છાઓ- જુઓ વીડિયો

અહેવાલો અનુસાર, વન નેશન, વન ઈલેક્શન માટે સૌથી પહેલા જોઈન્ટ પાર્લામેન્ટ કમિટી (JPC) બનાવવામાં આવશે અને તમામ પક્ષોના સૂચનો લેવામાં આવશે. ત્યાર બાદ આ બિલ સંસદમાં રજૂ કરાશે અને તેને પસાર કરવામાં આવશે. આ પહેલા રામનાથ કોવિંદની સમિતિએ વન નેશન, વન ઈલેક્શન સંબંધિત પોતાનો રિપોર્ટ સરકારને સોંપ્યો હતો.

સૂત્રોના જણાવ્યાનુસાર, સરકાર આ બિલને લાંબી ચર્ચા અને સર્વસંમતિ સાધવા માટે સંયુક્ત સંસદીય સમિતિ (JPC)ને મોકલવાની યોજના બનાવી રહી છે. જેપીસી તમામ રાજકીય પક્ષોના પ્રતિનિધિઓ સાથે વિગતવાર ચર્ચા કરશે અને આ પ્રસ્તાવ પર સામૂહિક સર્વસંમતિની જરૂરિયાત પર ભાર મૂકશે.

આ પણ વાંચોઃ Kapoor Family: કપૂર પરિવાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મળ્યા, PMએ કરીનાના બાળકો માટે મોકલી ખાસ ભેટ- જુઓ ફોટોઝ