F069c9f9 E296 4044 A695 Ac06bf676891 1024x677

OBC સર્ટિફિકેટ રદ કરવાના કલકત્તા હાઈકોર્ટના ચુકાદાને ગુજરાત ભાજપે આવકાર્યો.

OBC સર્ટિફિકેટ રદ કરવાના કલકત્તા હાઈકોર્ટના ચુકાદાને ગુજરાત ભાજપે આવકાર્યો.

પશ્ચિમ બંગાળમાં વર્ષ 2010 બાદ રાજ્ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા તમામ ઓબીસી સર્ટીફિકેટને રદ કરવાનો આદેશ કલકત્તા હોઇકોર્ટે આપ્યો છે, કોર્ટના આદેશને આવકારીએ છીએઃ ગુજરાત ભાજપ
મમતા બેનર્જી અને ઇન્ડિ એલાઇન્સ તૃષ્ટિકરણની રાજનીતિ કરી તેમની વોટબેંકને સાચવવા માટે કરોડો ઓબીસી લોકોને તેમના હક્કથી વંચિત રાખી ચોકક્સ સમુદાયના લોકોને લાભ અપાવવાનો પ્રયત્ન કર્યો તેને અમે વખોડી કાઢીએ છીએઃ મંયકભાઇ નાયક
અમદાવાદ, 24 મેઃ પશ્ચિમ બંગાળમાં વર્ષ 2010 બાદ રાજ્ય સરકાર દ્વારા જારી કરવામાં આવેલા તમામ ઓબીસી સર્ટીફિકેટને રદ કરવાનો આદેશ કલકત્તા હોઇકોર્ટે આપ્યો છે તેને ગુજરાત ભાજપ દ્વારા આવકારવામાં આવ્યો છે. આ કેસ સંદર્ભે આજે શુક્રવારે પક્ષના પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે રાજયસભાના સાંસદ અને બક્ષીપંચ મોરચાના પ્રદેશના પ્રમુખ મંયકભાઇ નાયકે પત્રકાર પરિષદને સંબોધી હતી.
મંયકભાઇ નાયકે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, 2010માં પશ્ચિમ બંગાળમાં રાજ્ય સરકાર દ્વારા 118 કરતાં વધુ મુસ્લીમ જ્ઞાતીઓને કોઇ પણ જાતની બંઘારણ વ્યવસ્થા કે સર્વે કર્યા વગર ઓબીસીમાં અનામત આપવામાં આવેલી હતી. હાઇકોર્ટે આ અનામતના અમલ ઉપર સ્ટે આપ્યો છે. હાઇકોર્ટે કહ્યુ હતું કે, કોઈ પણ નિયમોનું પાલન કર્યા વગર અનામત આપવામાં આવી હતી.
જોકે આશ્ચર્યની વાત એ છે કે, પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ આ ચુકાદા સામે નારાજગી વ્યક્ત કરીને જણાવ્યું હતું કે, તેમને હાઇકોર્ટનો આદેશ માન્ય નથી. હાલ લોકસભા ચૂંટણી ચાલી રહી છે ત્યારે મમતા બેનર્જી અને ઇન્ડિ એલાઇન્સ જે પ્રકારે તૃષ્ટિકરણની રાજનીતિ કરી તેમની વોટબેંકને સાચવવા માટે કરોડો ઓબીસી લોકોને તેમના હક્કથી વંચિત રાખી ચોક્કસ સમુદાયના લોકોને લાભ કરવાનો પ્રયત્ન કર્યો છે તેને સખત શબ્દોમાં વખોડુ છું.
તેમણે જણાવ્યું કે, હાઇકોર્ટ દ્વારા જે ચુકાદો આપવામાં આવ્યો છે તેને આવકારુ છું અને 2010 પછી જે અનામત આપવામાં આવેલી તે અનામતનો અમલ ન થાય અને જરૂરીયતામંદ લોકોને અનામતનો લાભ મળે તે માટે સરકારને વિનંતી છે. મમતા બેનર્જીએ બંધારણની રૂએ બંધારણની બાબતોને માનવાના શપથ લીધેલા છે છતાંય માત્રને માત્ર એક સમાજની મતબેંકને સાચવવા માટે તૃષ્ટીકરણની રાજનીતિ કરી રહ્યાં છે અને ડૉ. બાબા સાહેબ આંબેડકરજીએ જે બંઘારણ બનાવ્યું છે તેના પર તરાપ મારવાનો પ્રયત્ન કરી રહ્યાં છે, તેમ મયંકભાઈ નાયકે કહ્યું હતું.
આ પ્રેસ કોન્ફરન્સમાં પ્રદેશના પ્રવકતા યમલભાઇ વ્યાસ, પ્રદેશના મીડિયા કન્વીનર ડૉ. યજ્ઞેશભાઇ દવે, પ્રદેશ સહ પ્રવકતા ઘનશ્યામભાઇ ગઢવી તથા બક્ષીપંચ મોરચાના પ્રજ્ઞેશભાઇ બ્રહ્મભટ્ટ ઉપસ્થિત રહ્યા હતા.