Social Media

New Rules: 10 ડિસેમ્બરથી લાગુ થશે સોશિયલ મીડિયા પર નવા નિયમો, હવે આ ઉંમરથી નાના યુજર્સ નહીં કરી શકે ઉપયોગ

બિઝનેસ ડેસ્ક, 04 ડિસેમ્બરઃ New Rules: આગામી સપ્તાહથી ઓસ્ટ્રેલિયા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ઓછામાં ઓછી 16 વર્ષની વય મર્યાદાનો કાયદો લાગુ કરવા જઈ રહ્યું છે. નવા નિયમો હેઠળ 16 વર્ષ સુધીના ઓસ્ટ્રેલિયન બાળકો Facebook, Instagram, TikTok, YouTube, X, Snapchat, Reddit, Threads, Kick અને Twitch જેવા પ્લેટફોર્મનો ઉપયોગ કરી શકશે નહીં. સરકારે તાજેતરમાં જ કડક સૂચના આપતા જણાવ્યું છે કે, જો પ્લેટફોર્મ્સ યોગ્ય પગલાં લેવામાં અસફળ રહેશે, તો તેમના પર 50 મિલિયન ઓસ્ટ્રેલિયન ડોલર સુધીનો દંડ લાગી શકે છે. આ નિયમ 10 ડિસેમ્બરથી લાગુ થવા જઈ રહ્યો છે.

દર મહિને આપવું પડશે રિપોર્ટ કાર્ડ :
કોમ્યુનિકેશન્સ મંત્રી એનીકા વેલ્સે જણાવ્યું કે, ઇસેફ્ટી કમિશ્નર 11 ડિસેમ્બરના રોજ આ 10 પ્લેટફોર્મ્સને નોટિસ ફટકારશે. જેમાં તેમને પૂછવામાં આવશે કે, તેમણે કેટલા સગીરોના એકાઉન્ટ બંધ કર્યા. ત્યારબાદ તેમને છ મહિના માટે માસિક અહેવાલો સબમિટ કરવાની જરૂર પડશે.

સરકાર કહે છે કે, Age Assuranceની પ્રોસેસમાં થોડા દિવસો કે સપ્તાહ લાગી શકે છે, પરંતુ જો કોઈ પ્લેટફોર્મ પર સિસ્ટમેટિક ઉલ્લંઘન કરતું જોવા મળશે, તો ભારે દંડ લગાવવામાં આવશે.

આ પણ વાંચોઃ Exposes pak spy: ગુજરાત ATSએ દેશ વિરુદ્ધ જાસૂસી કરતા 2 લોકોની ધરપકડ કરી, તપાસમાં થયા અનેક ખુલાસા- વાંચો વિગત

Google અને Meta આવ્યું એક્શનમાં :
તાજેતરમાં જ Googleએ જાણકારી આપી છે કે, 10 ડિસેમ્બરથી YouTube પર 16 વર્ષથી ઓછી ઉંમરના યુઝર્સને ઓટોમેટિકલી સાઇન-આઉટ કરી દેવામાં આવશે. આવા યુઝર્સ પ્લેલિસ્ટ જેવા ફીચર્સનો ઉપયોગ પણ નહીં કરી શકે. Google ઉંમરની પુષ્ટિ Google એકાઉન્ટના ડેટા અને અન્ય ઇન્ડિકેટર્સના આધારે કરશે.

જોકે, Googleએ આ કાયદાની ટીકા કરતા કહ્યું કે, ઉતાવળમાં લાવવામાં આવેલો આ કાયદો પ્લેટફોર્મની ફંક્શનાલિટી અને યંગ યુઝર્સના વ્યવહાર અંગે ગેરસમજ ઊભી કરે છે અને બાળકોની સુરક્ષામાં કોઈ વધારો કરતો નથી.

Facebook, Instagram, Threadsની પેરેન્ટ કંપની Metaએ જણાવ્યું કે, શંકાસ્પદ સગીર વયના એકાઉન્ટ્સને ગુરુવારથી હટાવવાની શરૂઆત કરી દેવામાં આવશે. જો કોઈ 16 વર્ષથી વધારે ઉંમરના યુઝરનું એકાઉન્ટ ભૂલથી ડિલીટ થઈ જાય છે, તો તે Yoti Age Verification દ્વારા સરકારી ID કે વીડિયો સેલ્ફી આપીને પોતાની ઉંમર સાબિત કરી શકે છે.

દુનિયાભરમાં વધી રહી છે એજ લિમિટની માંગ :
ગત મહિને મલેશિયાએ જાહેરાત કરી હતી કે 2026થી 16 વર્ષથી ઓછી ઉંમરના બાળકોના સોશિયલ મીડિયા એકાઉન્ટ બેન કરશે. વેલ્સે જણાવ્યું કે, યુરોપિયન, ફ્રાન્સ, ડેનમાર્ક, ગ્રીસ, રોમાનિયા અને ન્યૂઝીલેન્ડ પણ સોશિયલ મીડિયા માટે મિનિમમ એજ લિમિટ લાગુ કરવામાં રસ દાખવી રહ્યું છે.

કાનૂની લડાઈ પણ શરૂ :
સિડની સ્થિત ડિજિટલ રાઇટ્સ ગ્રુપ ડિજિટલ ફ્રીડમ પ્રોજેક્ટે હાઈ કોર્ટ પાસે કાયદા પર રોક લગાવવાની માંગ કરી છે. બુધવાર સુધીમાં સુનાવણીની તારીખ નક્કી કરવામાં આવ નહોતી. વેલ્સે જણાવ્યું કે, સરકાર આ કાયદાનો બચાવ કરશે, કારણ કે ઓસ્ટ્રેલિયાના માતાપિતાએ સરકાર પાસે બાળકોની ઓનલાઈન સેફ્ટી અંગે પગલાં લેવાની માંગ કરી હતી.

આ પણ વાંચોઃ Putin India Visit: યુદ્ધ અપરાધના આરોપ છતાં પુતિન ભારત પ્રવાસે, જાણો શું છે કારણ?