જ્યોતિષ ડેસ્ક, 30 સપ્ટેમ્બરઃ Navratri 2025: આજે શારદીય નવરાત્રિની મહાઅષ્ટમી મનાવવામાં આવી રહી છે, આ દિવસે દેવી મહાગૌરીની પૂજા કરવામાં આવે છે. 1 ઓક્ટોબર એટલે કે આવતીકાલે નવરાત્રિ મહાનવમીના રોજ પૂર્ણ થશે. આ તહેવાર દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની પ્રતિપદા તિથિએ શરૂ થાય છે અને નવ દિવસ સુધી ચાલે છે. આ નવ દિવસો દરમિયાન દેવી દુર્ગાના વિવિધ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. તેને ‘શારદીય નવરાત્રિ’ કહેવામાં આવે છે, કારણ કે આ શરદઋતુમાં આવે છે.
શારદીય નવરાત્રિનું મહત્ત્વ માત્ર ધાર્મિક દ્રષ્ટિએ જ નહીં પરંતુ આધ્યાત્મિક દ્રષ્ટિએ પણ વિશેષ મહત્ત્વ ધરાવે છે. એવું માનવામાં આવે છે કે, આ દિવસોમાં ધ્યાન,સાધના, પૂજા અને ભક્તિ કરવાથી નકારાત્મક ઉર્જા દૂર થાય છે અને ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે. જ્યોતિષીઓના કહેવા પ્રમાણે આ વર્ષે શારદીય નવરાત્રિ દરમિયાન ખૂબ જ ખાસ સંયોગોનું નિર્માણ થઈ રહ્યું છે. ચાલો જાણીએ આ શુભ સંયોગો વિશે.
જ્યોતિષીના કહેવા પ્રમાણે આ વર્ષે શારદીય નવરાત્રિ 9 દિવસને બદલે 10 દિવસની છે. હકીકતમાં, આ વર્ષે તૃતીયા તિથિ બે દિવસે આવી હતી, જે 27 વર્ષ પછી એક નોંધપાત્ર સંયોગનું નિર્માણ થઈ રહ્યું છે. અગાઉનો આવો સંયોગ 1998 માં થયો હતો. તે વર્ષે, ચતુર્થી તિથિ બે દિવસ રહી હતી, અને તે દરમિયાન દેવી કુષ્માંડાની પૂજા બે દિવસ સુધી કરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ Zubeen Garg Death Case: ઝુબિન ગર્ગ મોત કેસમાં મ્યુઝિશિયનની ધરપકડ, SITને સોંપાયો કેસ
જ્યોતિષીઓના મતે, નવરાત્રિ દરમિયાન વધતી તિથિને શુભ અને સકારાત્મક માનવામાં આવે છે, જ્યારે અસ્ત થતી તિથિને અશુભ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, આ શુભ તિથિઓ પર પૂજા કરવાથી સુખ, સમૃદ્ધિ અને શક્તિની પ્રાપ્તિ થાય છે. પંચાંગ પ્રમાણે આ વખતે શારદીય નવરાત્રિમાં વધતી તિથિને કારણે દશેરા 10મા દિવસે એટલે કે 2 ઓક્ટોબરે મનાવવામાં આવશે.
બની રહ્યા છે આ સંયોગો
આ સિવાય ગ્રહો અને નક્ષત્રોના દૃષ્ટિકોણથી જોઈએ તો આ શારદીય નવરાત્રિ વિશેષ માનવામાં આવી રહી છે, કારણ કે આ સમયગાળા દરમિયાન રવિ યોગ ત્રણ વખત નિર્માણ થઈ રહ્યું છે. આ ઉપરાંત ગજકેસરી યોગ પણ બની રહ્યો છે, અને બુધાદિત્ય યોગ પણ નિર્માણ થઈ રહ્યું છે.
શારદીય નવરાત્રિ 2025 ઉપાયો
– શારદીય નવરાત્રિ દરમિયાન દરરોજ સવારે અને સાંજે દેવી લક્ષ્મી અને માં દુર્ગાને લાલ ફૂલો અને સિંદૂર ચઢાવો. ઘરે લક્ષ્મી માતાના મંત્રનો જાપ કરવાથી નાણાકીય સમસ્યા દૂર થાય છે.
-શારદીય નવરાત્રિ દરમિયાન દેવી દુર્ગાને નારિયેળ અર્પણ કરીને તેને લાલ દોરો બાંધીને તમારા ઘરના મુખ્ય દરવાજા પર લટકાવો. જેથી ખરાબ નજર અને નકારાત્મક ઉર્જા ઘરમાં પ્રવેશ નહીં કરે.
– શારદીય નવરાત્રિ દરમિયાન વ્યક્તિએ દરરોજ દુર્ગા સપ્તશતી અથવા દેવી કવચનો પાઠ કરવો જોઈએ. એવું માનવામાં આવે છે કે આવું કરવાથી વ્યક્તિના જીવનમાં આવેલી સમસ્યાઓ ધીમે ધીમે દૂર થાય છે અને પરિવારમાં સુખ અને શાંતિનું આગમન થાય છે.
આ પણ વાંચોઃ IND vs WI: વેસ્ટ ઇન્ડિઝ સીરિઝ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, જાહેર થયેલી ટીમમાં ઘણા ફેરફારો થયા- વાંચો વિગત
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં અપાયેલી માહિતી જ્યોતિષ માન્યતાઓ, સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી. ઉલ્લેખનીય છે કે, આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.

