Maria Corina Machado

Maria Corina Machado: વેનેઝુએલાની લોકશાહી યોદ્ધા મારિયા કોરીના મચાડોને નોબેલ શાંતિ પુરસ્કારનો તાજ!

અહેવાલઃ સમીર શુક્લ
ન્યુયોર્ક, 13 ઓક્ટોબરઃ Maria Corina Machado: વેનેઝુએલાની નીડર નેતા મારિયા કોરીના મચાડોએ ઇતિહાસ રચ્યો! નોર્વેજિયન નોબેલ કમિટીએ તેમને 2025નો નોબેલ શાંતિ પુરસ્કાર આપીને વેનેઝુએલાની લોકશાહીની લડાઈને વૈશ્વિક મંચ પર ચમકાવી.

નોબેલ શાંતિ પુરસ્કારની કમિટીના અધ્યક્ષ જોર્ગન વોટને ફ્રાયડનેસે કહ્યું કે, વેનેઝુએલા માટે આ પહેલો નોબેલ શાંતિ પુરસ્કાર છે, જે લેટિન અમેરિકાની શાંતિની લડાઈમાં નવો અધ્યાય ઉમેરે છે!

“આ એક બહાદુર મહિલાની અદમ્ય હિંમતની ગાથા છે, જે ડિક્ટેટરશિપના અંધકારમાં લોકશાહીની મશાલ ઝળહળાવે છે,” છુપાઈને રહેતી મચાડો, જેમની નસોમાં લોકશાહીનો જુસ્સો દોડે છે, એ આ સમાચારથી ભાવવિહ્વળ થઈ ગઈ.

મારિયા કોરીના મચાડોએ વિશ્વને સંબોધતા કહ્યું કે “આ પુરસ્કાર મારો નથી, એ તો વેનેઝુએલાના લોકોની અદમ્ય લડાઈનો છે. અમે મુક્ત થઈશું!”.

આ પણ વાંચોઃ Ceasefire in Gaza: ગાઝામાં યુદ્ધ વિરામ, 66 હજારથી વધુના મોત બાદ યુદ્ધ વિરામનું જ્ઞાન લાધ્યું

વિરોધ પક્ષના સાથી એડમુંડો ગોન્ઝાલેઝે ટ્વીટ કર્યું, “વેનેઝુએલાનો પહેલો નોબેલ! આઝાદીની આ લડાઈનો ગૌરવ છે!”

શા માટે ‘મચાડો’ને નોબેલ?
નોબેલ કમિટીએ મચાડોની ત્રણ મોટી સિદ્ધિઓને ઉજાગર કરી:
1. લોકશાહીની ચેમ્પિયન:
મચાડોએ વેનેઝુએલાના વિખરાયેલા વિરોધ પક્ષને એક મંચ પર લાવ્યા, મુક્ત ચૂંટણીઓનો નારો બુલંદ કર્યો.

2. શાંતિનો પ્રતિકાર:
2024ની ચૂંટણીઓમાં હિંસા અને 20થી વધુ મોત છતાં, તેમણે અહિંસક લડાઈ ચાલુ રાખી.

3. વૈશ્વિક પ્રેરણા:
“લેટિન અમેરિકાની બહાદુર દીકરી” તરીકે, તેમણે વૈશ્વિક લોકશાહી સંકટમાં આશાનું કિરણ પૂરું પાડ્યું.

આ પણ વાંચોઃ TMKOC: તારક મહેતા..શોમાં ફરી થઈ રહી છે જૂના એક્ટરની એન્ટ્રી, ભજવશે પોતાનું જ પાત્ર- વાંચો વિગત

57 વર્ષીય મચાડો પોતાના દિવસમાં લોકશાહીને જીવંત રાખવા માટે એક યોદ્ધાની જેમ લડી રહી છે, ઔદ્યોગિક ઇજનેર, કેરાકાસની ધરતી પર લોકશાહીનો ઝંડો લહેરાવે છે. 2000માં સુમેટેની સ્થાપના કરી,

ચૂંટણીઓમાં ભ્રષ્ટાચારનો પર્દાફાશ કર્યો. 2010માં રેકોર્ડ 1,70,000 મતો સાથે રાષ્ટ્રીય અસેમ્બ્લીમાં પહોંચી, પણ 2014માં રાજકીય ષડયંત્રે તેમને હાંકી કાઢ્યા.

13માં વેન્ટે વેનેઝુએલા પાર્ટી શરૂ કરી, વિરોધીઓને એકજૂટ કર્યા. 2024ની ચૂંટણીમાં એડમુંડો ગોન્ઝાલેઝને સમર્થન આપ્યું, પરંતુ સરકારના દમનને કારણે હાલ તેઓ છુપાઈને લડી રહ્યા છે. તેમની હિંમતે વિશ્વને પ્રેરણા આપી.

યુએનએ આ પુરસ્કારને “વેનેઝુએલાની આઝાદીની આકાંક્ષા”નું સન્માન ગણાવ્યું. 10 ડિસેમ્બર 2025 ના દિવસે ઓસ્લોમાં થનારા સમારોહમાં તેમની હાજરી અનિશ્ચિત છે, પરંતુ તેમનો સંદેશ સ્પષ્ટ છે: “વેનેઝુએલા મુક્ત થશે!”

Sameer Shukla
સમીર શુક્લ જાણીતા વરિષ્ઠ પત્રકાર છે, છેલ્લા અઢી દાયકાનો તેમનો પત્રકારત્વનો અનુભવ છે. તેઓ હાલ અમેરિકાના ન્યુ-જર્સી રાજ્યમાં રહે છે.