Malhar Will Get Married

Malhar Will Get Married: ગુજરાતી સુપર સ્ટાર મલ્હાર ઠાકર આ અભિનેત્રી સાથે કરશે લગ્ન, સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપી ખુશખબર!

મનોરંજન ડેસ્ક, 06 નવેમ્બરઃ Malhar Will Get Married: ગુજરાતી ફિલ્મોના સૌથી લોકપ્રિય અભિનેતા મલ્હાર ઠાકર અને અભિનેત્રી પૂજા જોષી લગ્નના બંધનમાં બંધાશે. આ કારણકે, મલ્હાર અને પૂજાએ તેમના લગ્નની જાહેરાત સોશિયલ મીડિયાના માધ્યમથી કરી છે. નોંધનીય છે કે, પૂજા અને મલ્હારની જોડી કેટલીક ફિલ્મો અને વેબસિરીઝમાં જોવા મળી છે.

 

View this post on Instagram

 

A post shared by Puja Joshi (@pujajoshi_official)

આ પણ વાંચોઃ 47th President of America: ડોનાલ્ડ ટ્રમ્પ બન્યા અમેરિકાના 47માં રાષ્ટ્રપતિ, જીત બાદ ટ્રમ્પે જનતાનો માન્યો આભાર- વાંચો વિગત

લગ્નની જાહેરાત કરતા પૂજા જોષીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પોસ્ટ કરીને લખ્યું કે, ‘બધી જ અફવાઓને આરામ આપીએ છીએ. રીલથી રિયલ સુધી. તમારા પ્રેમ અને આશીર્વાદથી અમે અમારા નવા અધ્યાયની સફર શરૂ કરી રહ્યા છીએ! કાઉન્ટડાઉન શરૂ.’

ગુજરાતી અભિનેત્રી પૂજા જોષી અને અભિનેતા મલ્હાર ઠાકર બન્ને સાથે સ્ક્રિન પર બહુ ક્યૂટ લાગે છે. મ્લહાર ઠાકર અને પૂજા જોષીએ સાથે એક વેબસિરીઝ અને બે ફિલ્મોમાં કામ કર્યું છે. તેઓએ વેબસિરીઝ ‘વાત વાતમાં’ સાથે કામ કર્યું છે. આ ઉપરાંત તેમણે ફિલ્મ ‘વીર ઈશાનું સિમંત’ અને ‘લગન સ્પેશ્યલ’માં કપલની ભૂમિકામાં જોવા મળ્યા હતા.

આ પણ વાંચોઃ Aluminum Foil Used: લંચ પેક કરવા માટે એલ્યુમિનિયમ ફોઈલની ડલ સાઈડનો ઉપયોગ કરાય કે શાઈની સાઇડ?