Mahendra Singh Mewar Passed Away

Mahendra Singh Mewar Passed Away: મહારાણા પ્રતાપના વંશજ તથા ભાજપ પૂર્વ સાસંદ મહેન્દ્રસિંહ મેવાડનું 83 વર્ષની વયે નિધન, વડાપ્રધાને આપી શ્રદ્ધાંજલિ- વાંચો વિગત

નવી દિલ્હી, 11 નવેમ્બરઃ Mahendra Singh Mewar Passed Away: ભાજપના પૂર્વ સાંસદ અને મેવાડના મહારાણા પ્રતાપના રાજવી પરિવારના સભ્ય મહેન્દ્ર સિંહ મેવાડનું રવિવારે ઉદયપુરની એક ખાનગી હોસ્પિટલમાં અવસાન થયું હતું. મહાન યોદ્ધા મહારાણા પ્રતાપના વંશજ મહેન્દ્ર સિંહ મેવાડ 83 વર્ષના હતા. તેમના પરિવારે જણાવ્યું હતું કે મહેન્દ્ર સિંહ મેવાડ છેલ્લા ઘણા દિવસોથી ઉદયપુરની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ હતા અને રવિવારે તેમણે અંતિમ શ્વાસ લીધા.

પીએમ મોદીએ એક પોસ્ટમાં લખ્યું કે, ‘ચિત્તોડગઢના ભૂતપૂર્વ સાંસદ અને સામાજિક અને રાજકીય જીવનમાં અમૂલ્ય યોગદાન આપનાર મેવાડ રાજપરિવારના સભ્ય મહેન્દ્ર સિંહ મેવાડજીના નિધનથી ખૂબ જ દુઃખી છું. તેઓએ જીવનભર રાજસ્થાનના વારસાને જાળવવામાં અને તેને સુંદર બનાવવાનું કામ કર્યું. તેમણે લોકોની સેવા માટે સંપૂર્ણ સમર્પણ સાથે કામ કર્યું. સમાજ કલ્યાણ માટેનું તેમનું કાર્ય હંમેશા પ્રેરણા સ્ત્રોત બની રહેશે. શોકની આ ઘડીમાં હું તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરું છું. ઓમ શાંતિ!’

આ પણ વાંચોઃ MICA student stabbed: બોપલ ફાયર સ્ટેશન નજીક વિદ્યાર્થીની છરીના ઘા ઝીંકી થઇ હત્યા, વાંચો વિગત

રાજસ્થાનના મુખ્યમંત્રી ભજન લાલ શર્માએ સોશિયલ મીડિયા પર ‘પૂર્વ સાંસદ મહારાણા મહેન્દ્ર સિંહ મેવાડજીના નિધનના સમાચાર સાંભળીને દુઃખી છું. દિવંગત આત્માને તેમના ચરણોમાં સ્થાન આપે એવી ભગવાનને મારી પ્રાર્થના. તેમજ ભગવાન તેમના પરિવારને આ દુઃખ સહન કરવાની શક્તિ આપે.

ઉલ્લેખનીય છે કે, મહેન્દ્ર સિંહ મેવાડ 1989માં ભાજપની ટિકિટ પર ચિત્તોડગઢ બેઠક પરથી લોકસભામાં ચૂંટાયા હતા. મહેન્દ્ર સિંહ મેવાડના પુત્ર વિશ્વરાજ સિંહ મેવાડ રાજસમંદ જિલ્લાના નાથદ્વારા મતવિસ્તારના ભાજપના ધારાસભ્ય છે અને પુત્રવધૂ મહિમા કુમારી રાજસમંદથી ભાજપના સાંસદ છે.

આ પણ વાંચોઃ Bad breath: શું લોકો શ્વાસની દુર્ગંધને કારણે તમારાથી દૂર ભાગી જાય છે? જાણો એને દૂર કરવાનો ઘરેલું ઉપાય