નવી દિલ્હી, 20 ઓગષ્ટઃ Lok sabha Bill: કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકસભામાં આ બિલ રજૂ કર્યું હતું.જેમાં કોઈપણ ગુના હેઠળ વડાપ્રધાનથી માંડી કોઈપણ મંત્રીને પાંચ વર્ષ કે તેથી વધુ સમયની જેલની સજા હેઠળના ગુના માટે સળંગ 30 દિવસ સુધી ધરપકડ કે અટકાયત કરવામાં આવે તો તેમને પદ પરથી દૂર કરવામાં આવશે. આ બિલનો વિપક્ષ દ્વારા જોરદાર વિરોધ નોંધાવતાં લોકસભાની કાર્યવાહી ત્રણ વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે.
Home Minister @AmitShah introduces following 3 bills in LokSabha
1. The Constitution (One Hundred & Thirtieth Amendment) Bill, 2025.
2. The Government of Union Territories (Amendment) Bill, 2025.
3. The Jammu & Kashmir Reorganisation (Amendment) Bill, 2025 pic.twitter.com/zNSM7sP6Q2
— SansadTV (@sansad_tv) August 20, 2025
AIMIMના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ આ બિલનો વિરોધ કરતાં કહ્યું છે કે, આ સત્તાના પૃથક્કરણનું ઉલ્લંઘન કરે છે. કાર્યકારી એજન્સીઓએ જજ, જ્યુરી અને જલ્લાદની ભૂમિકા નિભાવવાનો અધિકાર આપે છે. આ બિલ બિન-ચૂંટાયેલા લોકોને જલ્લાદની ભૂમિકા ભજવવાની સત્તા આપશે. આ બિલની અનુચ્છેદનો ઉપયોગ સરકારને અસ્થિર કરવામાં થશે.
AIMIM chief @asadowaisi opposes the Bill introduced by the Union government, calling it a grave threat to elected government. He highlighted provisions that allow executive agencies to remove Ministers, including the CM and even the PM, from office after 30 days of detention… https://t.co/752O0LJlFr pic.twitter.com/2yayiI9RKT
— Ashish (@KP_Aashish) August 20, 2025
કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધીએ પણ આ બિલનો વિરોધ કર્યો છે. તેમણે કહ્યું કે, કાલે, તમે કોઈપણ મુખ્યમંત્રી વિરૂદ્ધ કોઈપણ કેસ નોંધી શકો છો. તેને સાબિત કર્યા વિના 30 દિવસ સુધી જેલમાં રાખશો… અને સત્તા છીનવી લેશો. આ બિલ સંપૂર્ણપણે બંધારણ વિરોધી છે.
VIDEO | Congress leader Priyanka Gandhi on proposed bills allowing removal of PM, Union Ministers, and Chief Ministers facing serious criminal charges says, “I see this as completely draconian. It goes against everything our democracy and Constitution stand for. It essentially… pic.twitter.com/qrnkIHn5Uo
— Press Trust of India (@PTI_News) August 20, 2025
આ ત્રણ બિલ રજૂ કર્યાં
કેન્દ્ર સરકારે આજે લોકસભામાં કુલ ત્રણ બિલ રજૂ કર્યા છે. જેમાં બંધારણ (130મો સુધારો) બિલ, જમ્મુ-કાશ્મીર પુનર્ગઠન (સુધારો) બિલ અને કેન્દ્રશાસિત પ્રદેશોની સરકાર (સુધારો) બિલ. આ ત્રણેય બિલ સંપૂર્ણપણે એક નવું કાયદાકીય માળખું રજૂ કરે છે.
આ પણ વાંચોઃ Health Tips: શરીરમાં આ સંકેત દેખાય તો સમજી જજો કે તમારી ઊંઘ પૂરી નથી થતી…

