Mamata Banerjee

Kolkata doctor case: મમતા બેનરજીએ મહિલા ડૉક્ટરની હત્યાના કેસમાં કોઇ જવાબ ના મળતા PM મોદીને ફરીથી પત્ર લખ્યો, વાંચો વિગત

નવી દિલ્હી, 30 ઓગષ્ટઃ Kolkata doctor case:પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ PM મોદીને ફરી એક વખત ચિઠ્ઠી લખી હતી. અગાઉ પણ તેમણે આ મામલે વડાપ્રધાનને ચિઠ્ઠી લખી હતી અને હવે ફરીથી તેમણે પત્ર લખીને કહ્યું છે કે, ‘દુષ્કર્મની ઘટનાઓ પર કડક કાયદાની જરૂરિયાત અને આવા ગુનાઓના ગુનેગારોને દાખલારૂપ સજા મળે એ સંબંધિત 22 ઓગસ્ટ, 2024ના રોજ મેં લખેલ પત્ર નંબર 44-CMનો જવાબ મળ્યો નથી.

આ પણ વાંચોઃ Asna Cyclone: ગુજરાતમાં અસના વાવાઝોડાનો ખતરો, કેન્દ્રીય હવામાન ખાતા દ્વારા લોકોને ઍલર્ટ રહેવાની ચેતવણી

મુખ્યમંત્રી મમતા બેનરજીએ લખ્યું હતું કે, ‘આટલા સંવેદનશીલ મુદ્દે તમારા તરફથી કોઈ જવાબ મળ્યો નથી. પરંતુ ભારત સરકારના મહિલા અને બાળ વિકાસ મંત્રી દ્વારા એક જવાબ મળ્યો છે, જે મારા પત્રમાં ઉઠાવવામાં આવેલ મુદ્દાની ગંભીરતા પર કેન્દ્રિત નથી. મને લાગે છે કે આ સામાન્ય જવાબ મોકલતી વખતે વિષયની ગંભીરતા ધ્યાનમાં નહીં લેવામાં આવી હોય.

આ પણ વાંચોઃ Sudhanshu left the show: લોકપ્રિય ટીવી શો અનુપમાને વધુ એક લીડ એક્ટરે કહી દીધું અલવિદા, એક્ટરે માંફી માંગતો વીડિયો કર્યો શેર

ઉલ્લેખનીય છે કે કોલકાતામાં મહિલા ડૉક્ટર સાથે દુષ્કર્મની ઘટના બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પાત્ર લખ્યો હતો અને એક મહત્વની માંગ કરી હતી. મમતા બેનરજીએ દેશમાં દરરોજ થતાં દુષ્કર્મના આંકડાઓનો ઉલ્લેખ કરતાં પત્રમાં લખ્યું છે કે એવો કાયદો બનાવવો જોઈએ કે જે ગુનેગારો માટે ઉદાહરણરૂપ નીવડે. તેમણે માંગ કરી હતી કે પીડિત પરિવારને 15 દિવસમાં ન્યાય મળે તેવી વ્યવસ્થા કરવાની જરૂર છે.