Khatron Ke Khiladi 14 Winner

khatron ke khiladi 14 Winner: આ એક્ટરે જીતી ખતરો કે ખેલાડી સિઝન 14ની ટ્રોફી, મળી લક્ઝુરિયસ કાર સાથે 20 લાખ રૂપિયા- વાંચો વિગત

મનોરંજન ડેસ્ક, 01 ઓક્ટોબરઃ khatron ke khiladi 14 Winner: કલર્સ ટીવીના એડવેન્ચર રિયાલિટી શો ‘ખતરોં કે ખિલાડી’ની સીઝન 14નો વિજેતા બન્યો છે. ફેમસ ટીવી એક્ટર કરણવીર મહેરા રોહિત શેટ્ટીના શોનો વિનર બન્યો છે. ‘ખતરો કે ખિલાડી’ની ચમકતી ટ્રોફીની સાથે કરણવીરને લક્ઝુરિયસ કાર અને 20 લાખ રૂપિયા ઈનામમાં મળ્યા છે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

કરણવીર મેહરા માટે આ શોની સફર સરળ ન હતી. તેના પગમાં મેટલ પ્લેટ હોવાને કારણે તેને કરંટ સાથે સંકળાયેલા સ્ટન્ટ્સ કરતી વખતે સૌથી મજબૂત ઇલેક્ટ્રિક આંચકાનો સામનો કરવો પડ્યો હતો અને ફિનાલેના સમયે પણ તેણે ટોપ 3 સ્પર્ધકોમાં સ્થાન મેળવવા માટે ઇલેક્ટ્રિકલ સ્ટંટનો સામનો કરવો પડ્યો હતો.

આ પણ વાંચોઃ IIFA 2024 Winners: IIFA એવોર્ડમાં શાહરુખ ખાન અને રાની મુખર્જી છવાયા, એનિમલ અને 12th ફેલે પણ જીત્યા એવોર્ડ- જાણો વિનર્સનુ લિસ્ટ

પોતાની જીત વિશે ડિજિટલ મીડિયા સાથેની ખાસ વાતચીતમાં કરણવીરે કહ્યું કે તેને બિલકુલ અપેક્ષા ન હતી કે તે આ શોનો વિજેતા બની શકશે. કારણ કે તેના કહેવા પ્રમાણે આ શોમાં ઘણા એવા લોકો હતા જેઓ તેના કરતા વધુ સારા સ્ટંટ કરી શકતા હતા. પ્રદર્શન કરવાની ક્ષમતા હતી. પરંતુ તેણે માત્ર એટલું જ વિચાર્યું કે તે દરેક સ્ટંટ ઈમાનદારીથી કરશે. ધીરે ધીરે તેનો આત્મવિશ્વાસ વધતો ગયો અને આજે તેની પાસે આ ટ્રોફી છે.

 

View this post on Instagram

 

A post shared by Colors TV UK (@colorstv_uk)

કરણવીરના આ સાહસિક એટિટ્યુડ માટે રોહિત શેટ્ટીએ તેને ખાસ ફિલ્મનું ટાઇટલ પણ આપ્યું છે. ગ્રાન્ડ ફિનાલેના સમયે રોહિત શેટ્ટીએ કરણવીર મહેરાને એક મોટી પિક્ચર ફ્રેમ ગિફ્ટ કરી હતી. આ ફ્રેમમાં કરણવીરનો એક ફોટો હતો અને તેના પર લખ્યું હતું ‘કિલર કરણવીર’ રોહિત શેટ્ટીએ કહ્યું કે ‘ખતરો કે ખિલાડી’માં તેણે જે રીતે સ્ટંટ કર્યો છે તેના માટે મેં તેને ‘કિલર’નું બિરુદ આપ્યું છે. કરણવીર મેહરા સાથે શાલિન ભનોટ, કૃષ્ણા શ્રોફ, અભિષેક કુમાર અને ગશ્મીર મહાજાની રોહિત શેટ્ટીના શોના ગ્રાન્ડ ફિનાલેના ટોપ 5 સ્પર્ધકોમાં સામેલ હતા.

આ પણ વાંચોઃ America’s big announcement: અમેરિકા જવા ઇચ્છતા લોકો માટે સારા સમાચાર, ભારતીયો માટે વધુ 2,50,000 વિઝા અપોઇન્ટમેન્ટની કરી જાહેરાત- વાંચો વિગત