Kejriwal Called Punjab MLA

Kejriwal called punjab MLA: દિલ્હીમાં હાર બાદ આપના ધારાસભ્યોને મંગળવારે બધાં કામ રદ કર્યા! વાંચો સંપૂર્ણ વિગત

નવી દિલ્હી, 10 ફેબ્રુઆરીઃ Kejriwal called punjab MLA: દિલ્હીમાં કારમી હાર બાદ તરત જ આમ આદમી પાર્ટી (AAP)એ પંજાબમાં રાજકીય ગતિવિધિ તેજ કરી દીધી છે. પક્ષપલટાની અટકળો વચ્ચે એવા અહેવાલો છે કે રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલે પંજાબના AAP ધારાસભ્યોને દિલ્હી બોલાવ્યા છે. તાજેતરમાં કોંગ્રેસે દાવો કર્યો હતો કે મોટી સંખ્યામાં AAP ધારાસભ્યો અન્ય પક્ષોમાં જોડાવા માટે તૈયાર છે. જોકે, આ દાવા અંગે કોઈપણ AAP નેતાએ સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી.

અહેવાલો અનુસાર, કેજરીવાલે પંજાબના ધારાસભ્યો અને મંત્રીઓને દિલ્હીમાં બેઠક માટે બોલાવ્યા છે. આ બેઠક 11મી ફેબ્રુઆરીના રોજ બોલાવવામાં આવી છે. એવું જાણવા મળ્યું છે કે પાર્ટીના ધારાસભ્યોને મંગળવારે બધાં કામ રદ કરવા અને કપૂરથલા હાઉસ ખાતે યોજાનારી બેઠકમાં હાજરી આપવા માટે કહેવામાં આવ્યું છે. જોકે, હજુ સુધી એ સ્પષ્ટ નથી કે બેઠકનો એજન્ડા શું હશે.

આ પણ વાંચોઃ FD Interest Rate: બેંકોએ ફિક્સ ડિપોઝીટ પર વ્યાજ દરમાં વધારો કર્યો, જાણો કઇ છે આ પાંચ બેંક?

ઉલ્લેખનીય છે કે, પંજાબ કેબિનેટની બેઠક જે છઠ્ઠી ફેબ્રુઆરીએ યોજાવાની હતી તે પહેલા 10મી ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી હતી. પરંતુ બાદમાં તેને 13મી ફેબ્રુઆરી સુધી મુલતવી રાખવામાં આવી હતી. એવું કહેવામાં આવી રહ્યું છે કે દિલ્હી ગુમાવ્યા બાદ પાર્ટી નેતૃત્વનું ધ્યાન હવે પંજાબ પર છે. એવી શક્યતાઓ છે કે કેજરીવાલ ધારાસભ્યો સાથે મતદારો સાથે જોડાવા વિશે વાત કરી શકે છે.

ગુરદાસપુરના કોંગ્રેસના સાંસદ સુખજિંદર સિંહ રંધાવાએ પંજાબમાં મધ્યસત્ર ચૂંટણીની શક્યતા વ્યક્ત કરી છે. તેમણે જણાવ્યું હતું કે, ‘પંજાબ મધ્યસત્ર ચૂંટણી માટે તૈયાર રહે. પંજાબમાં AAP ધારાસભ્યોનું જૂથ વિખેરાઈ જશે. તેમના પક્ષના ઓછામાં ઓછા 35 ધારાસભ્યો પક્ષ બદલવા માટે તૈયાર છે. દિલ્હીના પરિણામો પંજાબમાં AAP દ્વારા કરવામાં આવેલા ભ્રષ્ટાચારનો પણ પર્દાફાશ કરશે, જે આ વર્ષે ડાંગરની ખરીદીમાં દારૂ કૌભાંડ અને લઘુત્તમ ટેકાના ભાવ (MSP) કૌભાંડના રૂપમાં સામે આવ્યો હતો. હવે બધું ખુલ્લેઆમ બહાર આવશે.’

આ પણ વાંચોઃ Gift City: CM ભુપેન્દ્ર પટેલે ગિફ્ટ સિટીમાં INX સેન્સેક્સ ફ્યુચર્સ એન્ડ ઓપ્શન્સ કોન્ટ્રાકટ્સનો કરાવ્યો પ્રારંભ, રોકાણ માટે થશે સરળતા