બોલિવુડ ડેસ્ક, 17 ઓક્ટોબરઃ Kapil Sharma café firing: ભારતીય કોમેડિયન કપિલ શર્માના કેનેડા સ્થિત ‘કેપ્સ કેફે’ પર ફરી ગોળીબાર થયો છે. ગુરુવારે વહેલી સવારે કેફે પર કારમાંથી ફાયરિંગ થયું હોવાના અહેવાલો સામે આવ્યા છે. જોકે ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી પરંતુ ભારે નુકસાન થયું છે.
Once again incident of Firing Happened at KAP’S CAFE. This is the third time firing took place at the Kapil Sharma cafe in Canada. pic.twitter.com/KoOYYBFNof
— Akashdeep Thind (@thind_akashdeep) October 16, 2025
આ પણ વાંચોઃ New Ministers List: બિહાર ચૂંટણી વચ્ચે ગુજરાતના મંત્રીમંડળમાં મોટો ફેરફાર, 19 નવા મંત્રીઓ શપથ ગ્રહણ કર્યા
પ્રાપ્ત માહિતી અનુસાર, હુમલાખોરોએ કેફે પર આશરે 9થી 10 ગોળીઓ ચલાવી હતી. જેના કારણે કેફેના બહારના ભાગમાં કાચ તૂટી ગયા હતા અને દીવાલો પર ગોળીઓના નિશાન જોવા મળ્યા હતા. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા એક વીડિયોમાં હુમલાખોરો કારમાંથી ધડાધડ ફાયરિંગ કરતાં નજરે પડે છે.
હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગે લીધી છે. આ સાથે જ આ મહિનામાં કેફે પર ફાયરિંગની આ બીજી ઘટના છે અને કુલ મળીને આ ત્રીજો હુમલો છે. સ્થાનિક પોલીસે આ સંગઠિત અપરાધની ઘટના અંગે તપાસ શરુ કરી છે.
આ પણ વાંચોઃ Pak vs Afg War: પાકિસ્તાને અફઘાનિસ્તાન સાથે 48 કલાકનો યુદ્ધવિરામ જાહેર કર્યો, વાંચો વિગત

