Crime

Jamnagar: સામુહિક દુષ્કર્મના કેસમાં જામનગર પોલીસે ત્રણ આરોપીની કરી ધરપકડ- વાંચો વિગત

જામનગર, 07 નવેમ્બરઃ Jamnagar: જામનગર શહેરમાં સામુહિક દુષ્કર્મનો એક ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. જામનગરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં આવેલા એક ફ્લેટમાં ઘરકામ માટે આવતી યુવતીને બ્લેકમેઈલ કરી ત્રણ શખ્સોએ ફ્લેટમાં અને ફાર્મહાઉસ પર લઈ જઈ વારંવાર દુષ્કર્મ આચર્યું હોવાની ફરિયાદ નોંધાઈ છે. ફરિયાદના આધારે પોલીસે ત્રણ આરોપીને ઝડપી પાડ્યા છે.

આ પણ વાંચોઃ Food Poisoning:વિજાપુરમાં ટોપરાપાક ખાધા બાદ 33 લોકોની તબિયત અચાનક લથડી, આરોગ્ય ટીમ ઘટના સ્થળે પહોંચી- વાંચો વિગત

બીજી તરફ અમદાવાદમાં સતત બીજા દિવસે પોક્સો કોર્ટનો ચુકાદો સામે આવ્યો છે. સગીરા સાથે દુષ્કર્મ મામલે પિતરાઈ કાકાને 20 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી છે. સગીરા સાથે પિતરાઈ કાકાએ અનેક વખત દુષકર્મ આચર્યું હોવાનું સામે આવ્યુ છે. મળતી માહિતી અનુસાર દુષ્કર્મ બાદ સગીરાએ બાળકને જન્મ આપ્યો હતો. દુષ્કર્મ સામે દાખલારૂપ ચુકાદો આપવો જરૂરી હોવાનું કોર્ટે જણાવ્યુ હતુ જેના પગલે કોર્ટે આરોપીને 20 વર્ષ જેલની સજા ફટકારી છે.

આ પણ વાંચોઃ Malhar Will Get Married: ગુજરાતી સુપર સ્ટાર મલ્હાર ઠાકર આ અભિનેત્રી સાથે કરશે લગ્ન, સોશિયલ મીડિયા દ્વારા ફેન્સને આપી ખુશખબર!