અમદાવાદ, 15 ઓગષ્ટઃ Independence day: ગુજરાતમાં રાજ્યકક્ષાના સ્વતંત્રતા દિવસની ઉજવણી ખેડાના નડિયાદ ખાતે કરવામાં આવી છે. ભૂપેન્દ્ર પટેલે સ્વતંત્રતા દિવસની ઉજવણીના કાર્યક્રમાં સંબોધન કરતા જણાવ્યુ કે પર્યાવરણની જાળવણી અને ધરતીનું ગ્રીન કવર વધારવા એક પેડ માઁ કે નામ અભિયાનમાં ગુજરાત સવા સાત કરોડ વૃક્ષ વાવીને દેશમાં બીજા ક્રમે રહ્યું છે.
નડીયાદ ખાતે સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થયેલા નાગરિકોનું અભિવાદન ઝીલ્યું અને સૌને સ્વાતંત્ર્ય પર્વની શુભકામના પાઠવી. #IndependenceDayGuj pic.twitter.com/i322tH57vj
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 15, 2024
આ પણ વાંચોઃ Putrada Ekadashi 2024: આ તારીખે છે પુત્રદા એકાદશી, જાણો તિથિ, શુભ મુહૂર્ત અને મહત્વ વિશે
રાજ્યમાં પ્રાકૃતિક ખેતીને મોટાપાયે પ્રોત્સાહનો મળે તે માટે વડાપ્રધાનનો મંત્ર સાકાર કર્યો છે. જેના પગલે 42 લાખ ખેડૂતોને તાલીમ લીધી છે. તેમાંથી નવ લાખ ખેડૂતો પોતાની જમીન પર સક્રિય રીતે પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે. સિંચાઇ ક્ષેત્રે વ્યવસ્થાપન ઉત્તમ પોષણ પૂરું પાડીને ગુજરાત દેશમાં અગ્રેસર રહ્યું છે.
ઉજવણી…
અમૃતકાળના સુવર્ણ સ્વાતંત્ર્ય પર્વની.🇮🇳ખેડાની ખંતીલી ધરા પર 78માં સ્વાતંત્ર્ય પર્વની રાજ્યકક્ષાની ઉજવણીમાં સહભાગી થવાનો અવસર દેશભક્તિના ભાવથી પરિપૂર્ણ કરનાર બની રહ્યો.
આજનો ગૌરવમય દિવસ સહિયારા પુરુષાર્થથી વિકસિત ગુજરાત થકી વિકસિત ભારતના નિર્માણ માટે સૌને નવો જોમ અને… pic.twitter.com/Fao7We1kUk
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 15, 2024
લગભગ 15 લાખ ખેડૂતોએ માઈક્રો ઈરીગેશન પદ્ધતિ અપનાવીને 23.4 લાખ હેક્ટર વિસ્તારને તેમાં આવરી લીધી છે. પીવાના અને સિંચાઇના પાણી માટે સુજલામ સુફલામ યોજના દિશાદર્શક બની છે. આ વર્ષે સુજલામ સુફલામ જળ અભિયાનના સાતમા તબક્કામાં આપણી જળસંગ્રહ શક્તિ ની ક્ષમતામાં લાખો ઘનફૂટ વધારો થયો છે.
માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે સાધેલા સર્વાંગીણ વિકાસની રૂપરેખા આપી.
વિકસિત ભારત માટે વિકસિત ગુજરાતના નિર્માણનો રોડ મેપ ગુજરાત સરકારે તૈયાર કર્યો છે. આ માટે Earning well, Living well ની સંકલ્પના સાથે ગુજરાત સરકારના આયોજનોની ભૂમિકા આપી.… pic.twitter.com/LT7jtfEGoC
— Bhupendra Patel (@Bhupendrapbjp) August 15, 2024
હાલ ઉપરવાસમાં ભારે વરસાદના કારણે નર્મદા ડેમમાં જે વધારાનું પાણી આવ્યું છે. તેમાંથી ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રના જળાશયો તળાવો ભરી ને આપણે યોગ્ય જળ વ્યવસ્થાપન કરવાના છે. રાજ્ય સરકારે જળ સુરક્ષાની સાથે સાથે આરોગ્યની સુરક્ષાની કાળજી લીધી છે.

