ગાંધીનગર, 10 મે : Ind-Pak War: ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવની સ્થિતિ જોવા મળી રહી છે. બંને દેશો વચ્ચે ડ્રોન દ્વારા હુમલા કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત પણ હાઈ એલર્ટ પર છે. રાજ્યના સરહદી વિસ્તારોમાં સરકારે હાઈ એલર્ટ જાહેર કર્યું છે. ત્યારે જામનગરમાં આપાતકાલીન સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે. ત્યારે કલેક્ટર કેતન ઠક્કર દ્વારા લોકોને ઘરની બહાર ન નીકળવા આદેશ કર્યો છે.
હાલની પરિસ્થિતિ અંગે જિલ્લા કલેક્ટર શ્રી કેતન ઠક્કર દ્વારા નાગરિકોને સંદેશ. pic.twitter.com/MvW0yxSdg7
— Collector Jamnagar (@CollectorJamngr) May 10, 2025
જામગરના કલેક્ટર કેતન ઠક્કરે જણાવ્યું છે કે, ‘તમામ નાગરિકોએ સુરક્ષિત સ્થળોએ ખસી જવું અને આજનો દિવસ વેપારીઓએ વેપાર અને ધંધા બંધ રાખવા. જિલ્લા વહીવટી તંત્ર તમામ પ્રકારની ચેલેન્જને પહોંચી વળવા સક્ષમ છે. તેમજ તમામ તકેદારીના પગલા લેવામાં આવી રહ્યા છે.’
જામનગર ટાઉન હોલ વિસ્તારમાં બપોરે 2.15 વાગ્યે સાયરન વગાડવામાં આવ્યું હતું. શહેરમાં સાયરન વાગતા લોકોને સલામત સ્થળે ખસી જવા વહીવટી તંત્ર દ્વારા સૂચન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નાગરિકોને જાહેર સ્થળોએ ન ફરવા માટે આશ્રય લેવાની સલાહ આપવામાં આવે છે. કોઈપણ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટીતંત્ર તૈયાર છે.
ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે નાપાક પાકિસ્તાનની ભારતના અલગ-અલગ સ્થળો પર ડ્રોન, મિસાઈલથી હુમલો કરી રહ્યું છે. તેનો ભારતે પણ પાકિસ્તાને જડબાતોડ જવાબ આપ્યો છે. પરંતુ ભુજમાં પાકિસ્તાનની નાપાક હરકતથી તંત્ર હાઈ એલર્ટ પર છે. ભુજમાં 2 દિવસ સુધી સંપૂર્ણ બજાર બંધ રહેશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રતિનિધિ અને વિવિધ એસોસિએશનની બેઠકમાં નિર્ણય લેવાયો છે.
2 દિવસ બાદ સાંજના સમયે વેપારીઓ સ્વયંભૂ દુકાન બંધ રાખવામાં આવશે. તંત્રએ લોકોને સહકાર આપવાની અપીલ કરી છે. બોર્ડર નજીક ખાવડા ગામની દુકાનો બંધ કરવામાં આવી છે.પોલીસ અને તંત્રની અપીલ બાદ લોકોએ વેપાર બંધ રાખ્યા છે. લોકોને બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની તંત્રની સલાહ આપી છે. ભુજ વિસ્તારની મોટાભાગની દુકાનો પણ બંધ રાખવામાં આવી છે. સાવચેતીના ભાગરુપે ડિપોર્ટમેન્ટલ મોલ પણ બંધ કરાયા છે.
કચ્છમાં 7 વાગ્યા પછી દુકાનો બંધ !
કચ્છમાં તંગદિલીભરી સ્થિતિ વચ્ચે મોટા સમાચાર સામે આવ્યા છે. યુદ્ધની સ્થિતિને ધ્યાનમાં લઈને અલગ અલગ એસોસિએશનનો દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. કચ્છમાં દરરોજ સાંજે 7 વાગે દુકાનો-વેપાર બંધ થશે. દુકાન, ઉદ્યોગો સાંજે 7થી બંધ રાખવાનો નિર્ણય કર્યો છે. બીજી સૂચના ન આવે ત્યાં સુધી દુકાન-ઉદ્યોગ બંધ રહેશે. કલેક્ટર અને સાંસદની અધ્યક્ષતામાં નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચોઃ Gujarat High ALERT: ભારત-પાકિસ્તાન યુદ્ધ વચ્ચે ગુજરાતના 18 જિલ્લાઓમાં હાઈ એલર્ટ, વાંચો વિગત

