સ્પોર્ટ્સ ડેસ્ક, 06 ઓક્ટોબરઃ ICC Women’s World Cup 2025 : આઇસીસી મહિલા ક્રિકેટ વર્લ્ડકપ 2025માં પાકિસ્તાની ટીમનો ભારત સામે શરમજનક પરાજય થયો છે. આજે ભારત અને પાકિસ્તાન વચ્ચે કોલંબોના આર. પ્રેમડાસા સ્ટેડિયમમાં મેચ યોજાઇ હતી. ભારતે પ્રથમ બેટિંગ કરી પાકિસ્તાનને 248 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જોકે ભારતીય બોલર્સની સામે પાકિસ્તાનની ખેલાડીઓ ટકી ના શકી અને એક બાદ એક વિકેટ પડતી ગઈ. પાકિસ્તાનની ટીમ 43 ઓવરમાં માત્ર 159 રન ફટકારી સમેટાઈ ગઈ હતી, ભારતીય ટીમનો 88 રનથી ભવ્ય વિજય થયો.
ICC Women’s World Cup 2025 | India (247) defeats Pakistan (159) by 88 runs.
(Pic Source: BCCI Women) pic.twitter.com/eZ7bhfv74q
— ANI (@ANI) October 5, 2025
પાકિસ્તાની ટીમની બેટિંગની શરૂઆત જ સારી નહોતી થઈ. મુનિબા માત્ર 2 એન, સદફ 6 રન જ્યારે આલિયા રિયાઝ માત્ર બે રન ફટકારી આઉટ થઈ ગઈ હતી. શરૂઆતના 26 રનમાં જ પાકિસ્તાને ત્રણ વિકેટ ગુમાવી હતી.
આ પણ વાંચોઃ Sharad Purnima 2025: આજે શરદ પૂર્ણિમા, જાણો ચાંદની રાતમાં ખીર મૂકવાનો શુભ સમય
#NewsFlash | India scored 247 runs from 50 overs against Pakistan women in the 6th ICC Women’s World Cup match 2025.#WomensWorldCup2025 #WomensWorldCup pic.twitter.com/XP1My4Ornp
— DD News (@DDNewslive) October 5, 2025
ભારતીય ટીમની ખેલાડીઓએ 50 ઓવરમાં 247 રન ફટકાર્યા હતા. સ્મૃતિ મંધાના અને પ્રતિકા રાવલે સારી શરૂઆત આપી અને 48 રનની પાર્ટનરશીપ કરી. પ્રતિકાએ 31 ફટકાર્યા. કેપ્ટન હરમનપ્રીત કૌરે 19 રન ફરકાર્યા હતા. જે બાદ હરલિન દેઓલ અને જેમિમાએ બાજી સંભાળી અને 45 રનની પાર્ટનરશીપ કરી.
– પ્રતિકા રાવલ : 31 રન
– સ્મૃતિ મંધાના : 23 રન
– હરલિન દેઓલ : 46 રન
– હરમનપ્રીત કૌર : 19 રન
– જેમિમા : 32 રન
– દિપ્તી શર્મા : 25 રન
– સ્નેહ રાણા: 20 રન
– રિચા ઘોષ: 35 રન
આ પણ વાંચોઃ Dhanashree Accuses: છૂટાછેડા બાદ ધનશ્રીએ યુઝવેન્દ્ર ચહલ પર લગાવ્યો ગંભીર આરોપ, કર્યો મોટો ખુલાસો

