Himachal Cloudburst

Himachal Cloudburst: હિમાચલ પ્રદેશમાં આભ ફાટ્યુ – 62ના મોત નિપજ્યા, કેદારનાથમાં 40 લોકોને રેસ્ક્યુ કરાયા- વાંચો વિગત

નવી દિલ્હી, 03 જુલાઇઃ Himachal Cloudburst: ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ જિલ્લામાં કેદારનાથ ધામ પરથી પરત ફરી રહેલા 40 યાત્રાળુઓ સોનપ્રયાગ સ્લાઇડ ઝોનમાં ફસાયા હતા. જેમને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. ભારે વરસાદના કારણે સોનપ્રયાગ નજીક સ્લાઇડ ઝોનમાં અચાનક ભૂસ્ખલન થયુ હતું. જેના લીધે 40 યાત્રાળુઓ ફસાઈ ગયા હતા.

દુર્ઘટનાની જાણકારી મળતાં જ તૈનાત એસડીઆરએફના જવાન ઘટનાસ્થળે પહોંચ્યા હતાં. એસડીઆરએફની ટીમે યાત્રાળુઓ સુધી સુરક્ષિત માર્ગ બનાવી તેમને સફળતાપૂર્વક સ્લાઇડ ઝોનમાંથી બહાર કાઢ્યા હતા. તમામ યાત્રાળુઓ મોડી રાત્રે 1- વાગ્યે સ્લાઇડ ઝોનમાં ફસાયા હતા. ગત રવિવારે ભારે વરસાદ અને ભૂસ્ખલનની આશંકા વચ્ચે ચારધામ યાત્રા એક દિવસ માટે અટકાવી દેવામાં આવી હતી. લોકોની સુરક્ષા માટે સાવચેતીના પગલાં લેવાયા હતા. બાદમાં સોમવારે યાત્રા ફરી શરુ થઈ હતી. જેમાં ગઈકાલે ધોધમાર વરસાદ વરસતાં ઠેર-ઠેર ભૂસ્ખલનની ઘટના બની હતી.

આ પણ વાંચોઃ Shefali Jariwala Death Case: શેફાલી જરીવાલાના ઘરમાંથી આ 3 દવાઓ મળી, જાણો પોલિસનું નિવેદન

હિમાચલ પ્રદેશમાં ભારે વરસાદના કારણે જનજીવન ખોરવાઈ ગયું છે. રાજ્ય ઈમરજન્સી ઓપરેશન સેન્ટરના ડેટા અનુસાર, 20 જૂનથી અત્યાર સુધીમાં હિમાચલ પ્રદેશમાં કુલ 63 લોકોએ જીવ ગુમાવ્યા છે અને 56 લોકો ગુમ છે. 103 લોકો ઈજાગ્રસ્ત થયા છે, 84 પશુઓ મૃત્યુ પામ્યા છે અને 223 ઘરોને નુકસાન થયું છે. મંડીમાં જ 13 લોકોના મોત થયા છે. જ્યારે 29 લોકો ગુમ છે. થુનાગમાં પાંચ, કરસોગમાં એક અને ગૌહરમાં સાત લોકોએ જીવ ગુમાવ્યા છે. આ સિવાય જોગિન્દ્રનગરના સ્યાંજમાંથી બે મૃતદેહો મળી આવ્યા છે.

હિમાચલ પ્રદેશમાં સોમવારે રાત્રે આભ ફાટ્યું હતું. જેના લીધે 100થી વધુ રસ્તાઓ ધોવાઈ ગયા છે. ભૂસ્ખલનના કારણે વાહન વ્યવહાર ખોરવાયો છે. 918 વીજ ટ્રાન્સફોર્મર, 683 પેયજળ સુવિધાઓ ઠપ થઈ છે. વીજ અને પાણી સેવા ખોટવાતાં સ્થાનિકો હાલાકીમાં મૂકાયા છે. હિમાચલ પ્રદેશમાં વરસાદની તારાજીના કારણે અંદાજે રૂ. 40702.43 લાખનું નુકસાન થયું છે.

આ પણ વાંચોઃ Sakhi Neer: સચિવાલય સંકુલમાં કાચની બોટલમાં પાણી મળશે, પ્લાસ્ટિકના ન્યૂનતમ ઉપયોગ માટે લેવાયો આ નિર્ણય