Heavy Rain 1

Gujarat Weather Forecast: ગુજરાતમાં અતિ ભારે વરસાદની આગાહી, 22 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર- વાંચો વિગત

અમદાવાદ, 04 જુલાઇઃ Gujarat Weather Forecast: ગુજરાતમાં હાલ વરસાદી માહોલ છવાયો છે. રાજ્યમાં ચોમાસું શરુ થતાંની સાથે જ મેઘ મહેર જોવા મળી રહી છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં દેવભૂમિ દ્વારકા,ભાવનગર અને સુરતમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે.

ચોથી જુલાઈની આગાહી એટલે કે આજના રોજ દેવભૂમિ દ્વારકા,ભાવનગર અને સુરતમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે. જ્યારે કચ્છ, સાબરકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, પંચમાહાલ, દાહોદ, છોટા ઉદેપુર, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા અને નગર હવેલી, જામનગર, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી અને રાજકોટમાં ઓરેન્જ એલર્ટ છે. આ ઉપરાંત મોરબી, સુરેન્દ્રનગર, બોટાદ, અમદાવાદ, પાટણ, મહેસાણા, ખેડા અને આણંદ માં યલો એલર્ટ જાહેર કર્યુ છે.

આ પણ વાંચોઃ Shubman Gill: શુભમન ગિલ સૌથી મોટી ટેસ્ટ ઈનિંગ રમનાર ભારતીય કેપ્ટન બન્યો, ડબલ સેન્ચ્યુ ફટકારતા 269 રન કર્યા

પાંચમી જુલાઈના રોજ સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને બનાસકાંઠા, મહેસાણા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, અમરેલી, ભાવનગર જિલ્લામાં ભારે વરસાદનું યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

છઠ્ઠી જુલાઈના રોજ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી જિલ્લામાં ઑરેન્જ ઍલર્ટ અને કચ્છ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, મોરબી, જામનગર, દેવભૂમિ દ્વારકા, મહીસાગર, દાહોદ, પંચમહાલ, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ જિલ્લામાં યલો ઍલર્ટ જાહેર કર્યું છે.

રાજ્યમાં આગામી સાતમીથી નવમી જુલાઈ સુધીમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, નર્મદા, છોટા ઉદેપુર, દાહોદ જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

આ પણ વાંચોઃ RBI Warns: રોકાણકારો માટે RBIની ચેતવણી, ઓછી વૃદ્વિના માહોલમાં ભારતીય શેરબજારમાં ઓવરવેલ્યુએશનનું જોખમ- વાંચો વિગત