અમદાવાદ, 14 મેઃ Gujarat Weather Forecast: ગુજરાતમાં છેલ્લાં એક અઠવાડિયાથી વરસાદે માઝા મૂકી હતી. ત્યારે છેલ્લાં બે દિવસથી વરસાદે પોરો ખાધો હોય તેવું જણાઈ રહ્યું છે. એવામાં હવામાન વિભાગે ફરી વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ બુધવારે (14 મે) 16 જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. જોકે, બીજી બાજું ત્રણ જિલ્લામાં ગરમીનું તાપમાન 40 પાર જવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી છે.
હવામાન વિભાગની આગાહી અનુસાર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર-હવેલીમાં છૂટાછવાયાં સ્થળોએ વરસાદ થવાની સંભાવના છે.
આ પણ વાંચોઃ Operation Keller: ગઈકાલે ઓપરેશન કેલર હેઠળ સુરક્ષાદળોએ લશ્કર-એ-તૈયબાના ત્રણ આતંકવાદીઓને ઠાર કર્યા- વાંચો વિગત
Todays (14 May Forecast)
Western India (Gujarat, Rajasthan, W. Madhya Pradesh): Light to moderate rain, 1–10 mm; isolated spots in Gujarat at 20–40 mm.
Central India (Maharashtra, Chhattisgarh, E. Madhya Pradesh): Moderate to heavy rain, 20–70 mm; central Maharashtra up to 130… pic.twitter.com/f2QbeEy1ri
— 🔴All India Weather (@pkusrain) May 14, 2025
આ સિવાય સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ, જેમ કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હળવાથી મધ્યમ વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડવાની શક્યતા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કમોસમી વરસાદની આગાહી સાથે બુધવારથી અમદાવાદ, રાજકોટ અને ભૂજમાં ગરમીનો પારો 40 ડિગ્રીની પાર પહોંચી શકે છે. આગામી સાત દિવસમાં મહત્તમ તાપમાનમાં 3 થી 5 ડિગ્રીનો વધારો નોંધાઈ શકે છે.
આ પણ વાંચોઃ BSF Purnam Kumar: પાકિસ્તાને ભારતના બીએસએફ જવાન પૂર્ણમ કુમાર શૉને પરત સોંપ્યા- વાંચો વિગત

