અમદાવાદ, 27 ઓગષ્ટઃ Gujarat Weather Alert: હવામાન વિભાગની આગાહી અનુસાર આજે રાજ્યમાં ધોધમાર વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આગામી 7 દિવસ રાજ્યમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે જ આગામી 3 દિવસ દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે.
— IMD Ahmedbad (@IMDAHMEDABAD) August 27, 2025
હવામાન વિભાગની આગાહી અનુસાર 3 સિસ્ટમને કારણે ગુજરાતમાં ભારે વરસાદ વરસ્યો છે. ગુજરાતમાં 40થી 50 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે તેવી આગાહી કરી છે. લો પ્રેશર સિસ્ટમ બંગાળની ખાડી પાસે સક્રિય છે. તો અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન પણ સર્જાયું છે.મોન્સૂન ટ્રફ એમ કુલ 3 સિસ્ટમને કારણે ભારે વરસાદની સંભાવના જોવા મળી રહી છે. આગાહી પ્રમાણે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ થઈ શકે છે.
આ પણ વાંચોઃ Oily skin care tips: શું આ સિઝનમાં તમારો પણ ચહેરો ઓઇલી થઇ જાય છે, તો ટ્રાય કરો આ ખાસ પેક
આ પણ વાંચોઃ Ganesh Chaturthi 2025: આવતી કાલે ગણેશ ચતુર્થી, જાણો બાપ્પાની સ્થાપના-પૂજાનો શુભ મુહૂર્ત વિશે…

