Gujarat Rain Update

Gujarat Rain Update: આજે ગુજરાતના 73 તાલુકામાં મેઘમહેર, જાણો ક્યા કેટલો વરસાદ નોંધાયો- વાંચો વિગત

અમદાવાદ, 28 સપ્ટેમ્બરઃ Gujarat Rain Update: ભાદરવો ભરપૂર ઉક્તિ સાર્થક ઠરી રહી હોય તેમ ગુજરાતમાં મેઘરાજાએ તોફાની બેટિંગ કરી છે. આજે (28મી સપ્ટેમ્બર) બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 73 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધુ વરસાદ તાપીના ડોલવણમાં 2.44 ઈંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત સુરતના ઓલપાડમાં 1.73 ઈંચ, વાંપીમાં 1.50 ઈંચ અને કપરાડામાં 1.42 ઈંચ જેટલો વરસાદ નોંધાય છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (28મી સપ્ટેમ્બર) સુરત, ભાવનગર, અમરેલી, તાપી અને નર્મદામાં છુટાછવાયા સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ સંભાવના છે. જ્યારે અરવલ્લી, મહીસાગર, દાહોદ, છોટાઉદેપુર, પંચમહાલ, ખેડા, આણંદ, વડોદરા, ભરૂચ, અમદાવાદ, સુરેન્દ્રનગર, બોટાદ, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ, નવસારી, ડાંગ, દમણ અને દાદરા અને નગર હવેલીમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. જ્યારે અન્ય જિલ્લાઓમાં વરસાદની કોઈ સંભાવના નથી.

આ પણ વાંચોઃ Gujarat Police Recruitment: રાજ્યગૃહ મંત્રીની મોટી જાહેરાત, ગુજરાતમાં 14,820 પોલીસ સ્ટાફની થશે ભરતી- વાંચો સંપૂર્ણ વિગત

સુરત શહેરમાં આજે સવારથી વરસાદી માહોલ જોવા મળ્યો છે. ભારે વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. જ્યારે ઉકાઈ ડેમમાં પાણીની આવક થતા ડેમની સપાટી આજે બપોરે 12 કલાકે 344 ફૂટ પર પહોંચી હતી. વલસાડ જિલ્લાના વાપી અને પારડીમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. વાપીમાં ભારે વરસાદથી રસ્તાઓમાં પાણી ભરાયા હતી. આ ઉપરાંત મુખ્ય માર્ગોમાં પાણી ભરાતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા હતા.

મહેસાણામાં 2 દિવસ સમી સાંજે ભારે પવન સાથે વરસાદ વરસ્યો છે. વરસાદ વરસતા ખેડૂતોના પાકને ભારે નુકસાન થયુ છે. ભારે પવનને લઈને કપાસ, બાજરી સહિતના પાકને નુકસાન પહોંચ્યુ છે. સરકાર દ્વારા સર્વે કરી યોગ્ય સહાય ચુકવવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ PM launch 3 SuperComputer: પીએમ મોદીએ 130 કરોડ રૂપિયાના પરમ રુદ્ર સુપરકમ્પ્યુટર્સ લોન્ચ કર્યા, આ કામ માટે થશે ઉપયોગ- વાંચો વિગત

પંચમહાલમાં ગોધરા સહિત ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ જામ્યો છે. વાવડી બુઝર્ગ, ચાંચેલાવ, કાસુડી ગામમાં વરસાદ નોંધાયો છે. ભારે વરસાદ વરસતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. મહેસાણા જિલ્લામાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ થતા ધરોઈ ડેમમાં પાણીની આવક યથાવત છે. ધરોઈ ડેમમાં પાણીની 9258 ક્યૂસેક આવક નોંધાઈ છે. ડેમમાં પાણીનો કુલ જથ્થો 84.48 ટકા થયો છે. ધરોઈ ડેમની જળ સપાટી 617 ફૂટે પહોંચી છે.