Gujarat Rain Update

Gujarat Rain Red Alert: રાજ્યમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી, આગામી 48 કલાક ભારે !

અમદાવાદ, 29 ઓગષ્ટઃ Gujarat Rain Red Alert: ગુજરાતમાં અનેક જિલ્લાઓમાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે. ગુજરાતમાં ડીપ ડિપ્રેશનની સિસ્ટમ સર્જાતા ભારે વરસાદની શક્યતા વર્તાઈ રહી છે. ઑફશોર ટ્રફ અને મોન્સૂન ટ્રફ એક્ટિવ થવાને લીધે વરસાદની મજબૂત સિસ્ટમ બની છે.

આ કારણે અનેક જિલ્લાઓમાં વરસાદનું રેડ એલર્ટ જાહેર કરાયું છે. આ તરફ હવામાન વિભાગે 30 ઓગસ્ટ સુધી દરિયો ન ખેડવા માછીમારોને સૂચના અપી છે.

આ પણ વાંચોઃ PM Modi Talks with Putin: PM મોદીએ યુક્રેન મુદ્દે પુતિન સાથે કરી વાત- યુક્રેન મુલાકાત બાદ વિશ્વોને શાંતિ માટે અપીલ

હવામાન વિભાગે આગામી 48 કલાક હજુ પણ ભારે હોવાની આગાહી કરી છે. તેમના મતે વરસાદી સિસ્ટમનો ઘેરાવો થવાના પગલે રાજ્યમાં ભારે વરસાદ વરસી શકે છે.

આ પણ વાંચોઃ Heavy Rain in Gujarat: ગુજરાતમાં ભારે વરસાદના કારણે કેન્દ્ર સરકાર થઇ એલર્ટ, આ જિલ્લામાં ઝડપી રાહત-બચાવ માટે મોકલી આર્મી

આજે આ સિસ્ટમની અસર કચ્છ ઉપર વધારે થશે તેવી શક્યતા વ્યક્ત કરી છે. રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદની શક્યતા છે. પરંતુ સૌથી વધુ કચ્છ, સૌરાષ્ટ્રમાં ભારે વરસાદના એંધાણ વર્તાઈ રહ્યા છે. તો આ તરફ પાટણ અને બનાસકાંઠામાં પણ મધ્યમ વરસાદનું અનુમાન સેવાઈ રહ્યું છે.