ગાંધીનગર, 27 ઓગષ્ટઃ GSRTC Increase DA: ગુજરાતમાં GSRTC નિગમના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય કરાયો છે. જેમાં કર્મચારીઓને અત્યાર સુધી 50 ટકા મોંઘવારી ભથ્થુ મળતું હતું, પરંતુ હવે તેમાં 2 ટકાનો વધારો કરવાથી એસટી નિગમના કર્મચારીઓને 55 ટકા મોંઘવારી ભથ્થું મળશે.
આ નિર્ણય થકી કુલ રૂ.30 કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે. DA વધારાનો આ લાભ ગુજરાત એસટીમાં ફરજ બજાવતા 40,000 કરતાં વધુ કર્મચારીઓને મળશે. ઉલ્લેખનીય છે કે આ પહેલાં 28 જાન્યુઆરી, 2025ના રોજ એસટીના કર્મચારીઓને મળતા મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
એસ.ટી.નિગમના કર્મચારીઓ માટે આનંદના સમાચાર !
✅ રાજ્યના સંવેદનશીલ મુખ્યમંત્રીશ્રી @Bhupendrapbjp જી દ્વારા એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં ૨% ના વધારા સાથે હવેથી ૫૫% મુજબ ભથ્થું ચૂકવવાનો સંવેદનશીલ નિર્ણય લેવામાં આવેલ છે.
✅ આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના…
— Harsh Sanghavi (@sanghaviharsh) August 26, 2025
આ અંગે વાહનવ્યવહાર મંત્રી હર્ષ સંઘવીએ સોશિયલ મીડિયા માધ્યમ ‘X’ પર પોસ્ટ શેર કરીને જણાવ્યું છે કે, ‘એસ.ટી.નિગમના કર્મચારીઓને હાલ ચૂકવતા મોંઘવારી ભથ્થામાં 2 ટકાનો વધારો કરી હવેથી 55 ટકા મુજબ મોંઘવારી ભથ્થું ચૂકવવાનો હકારાત્મક નિર્ણય લેવામાં આવ્યો છે. આ વધારાની સાથે મોંઘવારી ભથ્થાના એરિયર્સની પણ ચૂકવણી કરવાનો નિર્ણય લેવાયો. સંવેદનશીલ નિર્ણય થકી કુલ રૂ.125 કરોડથી વધુનો લાભ એસ.ટી. નિગમના કર્મચારીઓને મળશે. ટૂંક સમયમાં આ માટેની વિગતવાર માહિતી જાહેર કરવામાં આવશે.’
આ પણ વાંચોઃ Gujarat Weather Alert: આગામી 7 દિવસ રાજ્યમાં વરસાદની આગાહી, દરિયાકાંઠે માછીમારોને દરિયો ન ખેડવાની સૂચના

