નવી દિલ્હી, 20 માર્ચઃ Firing in Bihar: કેન્દ્રીય ગૃહ રાજ્યમંત્રી નિત્યાનંદ રાયના બે ભાણેજ જયજીત યાદવ અને વિકલ યાદવે સામાન્ય વિવાદમાં એકબીજાને ગોળી મારી દીધી. આ ઘટનામાં વિકલનું ઘટના સ્થળે જ મૃત્યુ થયું જ્યારે જયજીતની સ્થિતિ નાજુક છે.
આ ઘટના નિત્યાનંદ રાયના બનેવી નવગછિયાના જગતપુર રહેવાસી ગુલ્લો યાદવના ઘરે ગુરુવારે સવારે થઈ. મળતી જાણકારી અનુસાર બંનેએ સામાન્ય વિવાદમાં એકબીજા પર ગોળી ચલાવી દીધી. પ્રત્યક્ષદર્શીઓ અનુસાર સવારે સાડા છ વાગે જયજીતને પાણી આપનાર નોકરે પાણી વાળા વાસણમાં હથેળી ડુબોડીને પાણી આપ્યુ હતુ, જેને લઈને વિકલ સાથે બોલાચાલી થવા લાગી.
बिहार के भागलपुर से बड़ी खबर
नित्यानंद राय के दो भांजों के बीच फायरिंग
एक भांजे की मौत, दूसरे की हालत गंभीर
नवगछिया के जगतपुर गांव का है मामला pic.twitter.com/B31bRJDHmQ— Anil Pal (@palanil1543) March 20, 2025
પહેલેથી પણ બંને ભાઈઓનું બનતું નહોતું. પાણીના સામાન્ય વિવાદમાં વિકલ ઘરની અંદરથી પિસ્તોલ કાઢીને લાવ્યો અને જયદીપના મોઢાને નિશાન બનાવીને ફાયર કરી દીધું. ગોળી જડબાને નુકસાન પહોંચીને નીકળી ગઈ. જયજીત પહેલા તો જમીન પર પડી ગયો પરંતુ થોડી મિનિટમાં તાકાત લગાવીને ઉઠ્યો અને વિકલથી અથડામણ કરીને તેના હાથમાંથી પિસ્તોલ છીનવી લીધી. તે બાદ તેને નજીકથી ગોળી મારી દીધી.
આ ઘટનામાં વિકલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું. જોકે, આમાં શ્વાસ ચાલતો હોવાની આશામાં પરિવારજનોએ અફરા-તરફીમાં તેને પણ નવગછિયા હોસ્પિટલ પહોંચાડાયો, જ્યાં ડોક્ટરોએ તેને જોઈને મૃત જાહેર કરી દીધો. જયજીતની હાલત પણ વધુ લોહી નીકળી જવાના કારણે નાજુક છે. તેને શ્રેષ્ઠ સારવાર માટે ડોક્ટરોએ બહાર લઈ જવા માટે કહ્યું છે, જેના કવાયત શરૂ કરી દેવાઈ છે.
આ પણ વાંચોઃ Benefits OF Muskmelon: ગરમીની સિઝનમાં સકરટેટી સ્વાસ્થ્ય માટે છે લાભદાયી, જાણો ફાયદા

