Fires In Forests

Fires in forests: ભયાનક આગમાં ઘેરાયા અમેરિકાના જંગલ વિસ્તારો, જંગલી આગના ભરડામાં હજારો એકર જમીન

અહેવાલ: સમીર શુક્લ

વર્લ્ડ ન્યુઝ, 25 માર્ચઃ Fires in forests: અમેરિકાના બે રાજ્યો ઉત્તર કેરોલીના અને દક્ષિણ કેરોલીનામાં ભભૂકી ઉઠેલી જંગલની આગે તબાહી મચાવી છે. ઓછામાં ઓછી આઠ સક્રિય આગથી જંગલનો 6,000 એકરથી વધુનો વિસ્તાર ભસ્મિભૂત થઈ ચૂક્યો છે.

નેશનલ વેધર સર્વિસે દક્ષિણ કેરોલિનામાં જંગલની આગ કાબૂ બહાર જતાં કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. પશ્ચિમ ઉત્તર કેરોલિનાના કેટલાક ભાગો, જે સપ્ટેમ્બરમાં હેલેન વાવાઝોડા દ્વારા આવેલા વિનાશક પૂરથી હજુ પણ પીડાઈ રહ્યા છે, અને હવે જંગલની આગથી ઘેરાઈ ગયા છે.

અગ્નિશામકો ગ્રામીણ પોલ્ક કાઉન્ટીમાં ઓછામાં ઓછી ત્રણ આગને કાબુમાં કરવા માટે સક્રિય છે, જેણે 5,700 એકરથી વધુ વિસ્તારને તહેસ-નહેસ કરી નાખ્યો છે, ઓછામાં ઓછા ત્રણ ઘરો અને અનેક ઇમારતોનો નાશ થયો છે, અસંખ્ય લોકોને ફરજિયાત સ્થળાંતર કરવાની ફરજ પડી છે.

બ્લેક કોવ કોમ્પ્લેક્સ આગ તરીકે ઓળખાતી બે સૌથી મોટી આગ પોલ્ક કાઉન્ટીમાં 5,500 એકરથી વધુ જમીનને બાળી ચૂકી છે. રાજ્ય વન સેવાએ જણાવ્યું કે ઉત્તર કેરોલિના અને અન્ય આઠ રાજ્યોના 263 અગ્નિશામકોના સતત પ્રયાસો છતાં બંને આગ ગત બુધવારથી સળગી રહ્યી છે.

હવામાન શાસ્ત્રીઓએ ચેતવણી આપી કે સતત શુષ્ક હવામાન આગના ઝડપથી ફેલાવવા માટે જવાબદાર છે.
ઉત્તર કેરોલીનામાં પાંચ સક્રિય જંગલી આગ કાબુ બહાર છે, અને ત્રણ વિશાળકાય આગ દક્ષિણ કેરોલીનામાં સક્રિય છે.

આ પણ વાંચોઃ Unseasonal Rain: હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં 3 દિવસ કમોસમી વરસાદની કરી આગાહી, વાંચો વિગત

પહેલી જાન્યુઆરી 2025થી અત્યાર સુધીમાં 11,912 જંગલી આગને કારણે સમગ્ર અમેરિકામાં 3,96,631 એકર જમીન મળીને ખાખ થઈ ગઈ છે.

અમેરિકાના દક્ષિણ, રોકી પર્વત અને પૂર્વીય વિસ્તારોમાં 15 નવી મોટી જંગલી આગની ઘટનાઓ સામે આવી. 16 રાજ્યોમાં 50 મોટી બીન અંદાજિત આગ સળગી રહી છે, 23 આગ ઓક્લાહોમામાં સળગી રહી છે.

આગની મોટી ઘટનાઓ ના આંકડાઓ પર નજર કરીએ તો

2024ના વર્ષમાં
1/1/2024 થી 21/3/2024 દરમિયાન આગની કુલ 3914 ઘટના બની જેમાં જંગલનો 16 લાખ 25 હજાર 566 એકર વિસ્તાર બળીને ખાખ થઈ ગયો.

વર્ષ 2023
1/1/2023 થઈ 21/3/2023 દરમિયાન આગની કુલ 6453 ઘટનાઓ બની જમા 80, 565 એકર વિસ્તાર બળીને ખાખ થઈ ગયો.

આ પણ વાંચોઃ Onion Benefits in Summer: ઉનાળામાં કાચી ડુંગળી સ્વાસ્થ્ય માટે લાભદાયી- જાણો શું કહે છે એક્સપર્ટ