Fire In Running BRTS

Fire in running BRTS: કાલુપુર પાસે ચાલુ BRTS બસમાં આગ લાગી, 10 જેટલા પેસેન્જરને ડ્રાઇવર બહાર કાઢી લીધા- જુઓ વીડિયો

અમદાવાદ, 18 ઓક્ટોબરઃ Fire in running BRTS: ભાડાજથી નરોડા જતી BRTS બસમાં કાલુપુર પાસે આગ લાગવાની ઘટના બની છે. ચાલુ બસમાં આગ લાગતા ડ્રાઇવરે બસને ઉભી રાખીને અંદર બેઠેલા તમામ પેસેન્જરને નીચે ઉતારી દીધા હતા. જે બાદ ડ્રાઇવરે એક્સ્ટિંગ્વિશરની મદદથી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. આ દરમિયાન ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવતા ત્રણ ગાડીઓ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી જઈને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Gujarat Rain Update: ગુજરાતના 29 તાલુકામાં ધોધમાર વરસાદ, હજી આ તારીખ સુધી વરસસે મેઘરાજ- વાંચો હવામાનની આગાહી વિશે

આ અંગે મળતી માહિતી પ્રમાણે, પ્રેમ દરવાજાથી કાલુપુર તરફ જતી વખતે BRTS બસ સમયે બસમાં પાછળના ભાગે સ્પાર્ક થતા આગ લાગી હોવાનું સામે આવ્યું છે.

ધુમાડો નીકળતા બસની અંદરના 10 જેટલા પેસેન્જરને ડ્રાઇવર દ્વારા બહાર કાઢી લેવાયા હતા. ડ્રાઈવરે ફાયર એક્સ્ટિંગ્વિશરની મદદથી આગ બુઝાવવાનો પ્રયત્ન કર્યો હતો. સદનસીબે, પેસેન્જરને કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચોઃ Salman Khan Y+ security: બાબા સિદ્દીકીની હત્યા બાદ સલમાન ખાનને આપવામાં આવી Y+ સુરક્ષા, જાણો કેમ છે અભિનેતા પર આટલો ખતરો?