Expensive Insurance For Ganeshji

Expensive insurance for Ganeshji: મુંબઇના આ મંડળે કરાવ્યો ગણપતિ બપ્પાનો 400 કરોડનો વીમો, સાથે દેશના સૌથી ધનિક ગણપતિની મૂર્તિ બની- વાંચો વિગત

મુંબઇ, 04 સપ્ટેમ્બરઃ Expensive insurance for Ganeshji: ગણેશ ચતુર્થીમાં ગણતરીના દિવસો બાકી છે. તેવામાં મુંબઈ ખાતે ગણેશોત્સવની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. દરમિયાન, સમાચાર પ્રાપ્ત થયા છે કે GSB પંડાલે આ વર્ષે ગણપતિ ઉત્સવમાટે અત્યાર સુધીનો સૌથી મોંઘો વીમો કરાવ્યો છે. આ વીમાની કિંમત 400.58 કરોડ રૂપિયા છે. તમને જણાવી દઈએ કે GSB સેવા મંડળ દર વર્ષે સૌથી ધનિક ગણપતિની મૂર્તિ માટે સમાચારમાં રહે છે.

આ પણ વાંચોઃ Manipur violence: મણિપુરમાં ફરી હિંસાનો દોર શરૂ, ઉગ્રવાદીઓએ 6 ઘરોને આગચાંપી ગોળીબાર કર્યો- વાંચો વિગત

GSB સેવા મંડળ દ્વારા દર વર્ષે ગણેશોત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવે છે. GSB રાજા એ લોકપ્રિય ગણપતિ પંડાલોમાંથી એક છે. આ કિંગ સર્કલ, મુંબઈમાં 5 દિવસ માટે ગોઠવવામાં આવે છે. પ્રાથમિક માહિતી અનુસાર, આ વર્ષે 400 કરોડ રૂપિયાનો વીમો પંડાલમાં આવતા ભક્તો, સ્વયંસેવકો, રસોઈયા, સેવા કર્મચારીઓ, પાર્કિંગ અને સુરક્ષા સ્ટાફ, સ્ટોલ કામદારોને પણ આવરી લેશે.

Ganpati 2

આ ઉપરાંત આ પંડાલમાં આવતા ભક્તો ઉપરાંત અન્ય વિવિધ પોલિસીના આધારે આ પંડાલ સોના-ચાંદી, ચોરી અને કુદરતી આફતો સામે વીમા પોલીસી પણ ખરીદે છે.GSB સેવા મંડળ આ વર્ષે તેનો 70મો વાર્ષિક ગણેશોત્સવ ઉજવી રહ્યું છે અને 5 સપ્ટેમ્બરે મૂર્તિનું અનાવરણ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Anti Rape Bill: પશ્ચિમ બંગાળ વિધાનસભામાં બળાત્કાર વિરોધી બિલ સર્વસંમતિથી પસાર, ભાજપે પણ આપ્યુ સમર્થન- વાંચો વિગત

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2023માં આ પંડાલે 360.40 કરોડ રૂપિયાનું વીમો લીધો હતું. 5 દિવસીય ગણેશ ઉત્સવ દરમિયાન દરરોજ 20 હજારથી વધુ ભક્તો દર્શન માટે આવે છે. આ પાંચ દિવસીય મહોત્સવમાં GSBની ગણેશ મૂર્તિના દર્શન કરવા માટે ભક્તો દૂર-દૂરથી આવે છે.