બિઝનેસ ડેસ્ક, 20 સપ્ટેમ્બરઃ EPFO Passbook Lite: એમ્પ્લોયી પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશન (EPFO) સતત પોતાના સભ્યોની પીએફ પ્રક્રિયાને સરળ બનાવવા વિવિધ ઈનોવેશન કરતું રહે છે. હવે તેણે ઝડપથી પીએફ બેલેન્સ ચેક કરવાની સુવિધા ઉપરાંત ઓનલાઈન Annexure Kની સુવિધા આપતાં ‘પાસબુક લાઈટ’ લોન્ચ કરી છે. Annexure K એ નોકરી બદલતાં લોકોના પીએફ ટ્રાન્સફર માટેનું મહત્ત્વનું સર્ટિફિકેટ છે. આ ફેરફાર પીએફની વિગતોને સરળ બનાવતાં પારદર્શકતામાં વધારો કરે છે, તેમજ ફરિયાદોમાં ઘટાડો કરવા સજ્જ છે.
અત્યારસુધી કર્મચારીઓએ ઈપીએફઓ પર પીએફ અને ઈપીએસ બેલેન્સ ચેક કરવા માટે લાંબી પ્રક્રિયા અનુસરવી પડતી હતી. પરંતુ હવે પાસબુક લાઈટના લોન્ચિંગ સાથે તેઓ સરળતાથી ઈપીએફઓ મેમ્બર પોર્ટર પર લોગઈન કરી તમામ માહિતી મેળવી શકે છે. જેમાં એક પછી એક પોર્ટલ પર જવાની જરૂર પડતી નથી. ઈપીએફ-ઈપીએસ યોગદાન, ઉપાડ, અને બેલેન્સનો ક્વિક સ્નેપશોટ જોઈ શકો છો. પોર્ટલ પર જોવા મળતી એરરથી છૂટકારો થશે. તેમજ ઝડપથી બેલેન્સ સંબંધિત માહિતી ટૂંકાણમાં જોઈ શકાશે. નોંધનીય છે. જો સભ્ય પોતાના એકાઉન્ટની સંપૂર્ણ વિગતો જોવા માગતું હોય તો તેણે જૂની પાસબુક સાઈટનો ઉપયોગ કરવાનો રહેશે.
‘Passbook Lite’: EPFO makes changes for faster claim settlement, reduced processing timehttps://t.co/CcvUpbdr5t
via NaMo App pic.twitter.com/rAitCsfCie
— PMO India (@PMOIndia) September 19, 2025
પાસબુક લાઈટથી ઈપીએફઓની વેબસાઈટ પર ભારણ ઘટશે. જેમાં યુઝરે પહેલાં ઈપીએફઓની વેબસાઈટમાં લોગઈન કરવુ પડે છે. બાદમાં પાસબુક જોવા માટે અલગથી અન્ય વેબસાઈટ પર જવુ પડે છે. જેમાં પણ લોગઈનની જરૂર પડે છે. આ પ્રક્રિયા લાંબી હોય છે, તેમજ સિસ્ટમમાં ઓવરલૉડ વધી જાય છે. પાસબુક લાઈટ સાથે તમે એક જ વાર લોગઈનમાં તમામ વસ્તુઓ સરળતાથી અને ઝડપથી જોઈ શકો છો.
જ્યારે કર્મચારી પોતાની નોકરી બદલે છે, ત્યારે તેનું પીએફ એકાઉન્ટ ઓનલાઈન ફોર્મ 12ના માધ્યમથી સરળતાથી ટ્રાન્સફર થઈ જાય છે. જેમાં નવી કંપનીમાં Annexure K રજૂ કરવાનું હોય છે. આ Annexure K જૂની પીએફ ઓફિસમાંથી મળે છે. પરંતુ પાસબુક લાઈટની મદદથી ઓનલાઈન જ સરળતાથી Annexure K ડાઉનલોડ કરી શકાશે.
નવી કંપનીમાં આ રીતે કરો ટ્રાન્સફર :
1. પોર્ટલ પર ઓનલાઈન પીએફ ટ્રાન્સફર એપ્લિકેશન કરો.
2. પીએફ બેલેન્સ અને સર્વિસ પિરિયડ નવા એકાઉન્ટમાં અપડેટ કરી કન્ફર્મ આપો.
3. ભવિષ્યના સંદર્ભ માટે પરમિનન્ટ ડિજિટલ રેકોર્ડ જાળવી રાખો, ખાસ કરીને ઈપીએસ પેન્શન કેલ્ક્યુલેશન માટે.
4. ટ્રાન્સફર પ્રક્રિયામાં પારદર્શકતા અને વિશ્વાસ કેળવો.

