America Firing

Donald trump on Hamas: ડોનાલ્ડ ટ્રમ્પની હમાસને અંતિમ ચેતવણી “હથિયારો હેઠા મૂકો, નહિતર અમે હથિયારો છીનવી લઈશું”.

અહેવાલઃ સમીર શુક્લ
ન્યુજર્સી, 15 ઓક્ટોબરઃ Donald trump on Hamas: બે વર્ષના લાંબા અને દર્દનાક યુદ્ધ બાદ મધ્ય પૂર્વમાં શાંતિની આશા વ્યક્ત કરાઈ રહી છે. આમ છતાં તણાવની સ્થિતિ હજુ પણ ડંખી રહી છે. 14 ઓક્ટોબર, 2025ના મંગળવારે, અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાં રિપોર્ટર્સને કહ્યું: “જો હમાસ તેની પાસેના ઘાતક હથિયારોનો ત્યાગ નહીં કરે તો અમે જબરજસ્તીથી તેમની પાસેના હથિયારો છીનવી લઈશું અને તે ઝડપથી અને કદાચ હિંસક રીતે થશે!”

આ નિવેદન ટ્રમ્પના ૨૦-બિંદુઓવાળા શાંતિ કરારના બીજા તબક્કાના સંદર્ભમાં આવ્યું છે, જેમાં હમાસને તેના હથિયારો છોડવા પડશે. ટ્રમ્પે કહ્યું કે સ્પેશિયલ એન્વોય સ્ટીવ વિટ્કોફ અને જેરેડ કુશ્નર દ્વારા હમાસને આ સંદેશો પહોંચાડવામાં આવ્યો છે, સામે પક્ષે હમાસે હથિયારો નહીં ઉપાડવાની શર્ત માની છે, પરંતુ હમાસ નું વર્તન ગાઝામાંમાં કંઈક અલગ જ જોવા મળ્યું, કેટલાક નકાબધારી વ્યક્તિઓએ જાહેરમાં આઠ વ્યક્તિઓને ગોળીથી મોતને ઘાટ ઉતાર્યા, એમ કહીને કે આ આઠ વ્યક્તિઓ ઇઝરાયેલ સાથે જોડાયેલા હતા. જે શાંતિ કરારને વધુ અસ્પષ્ટ બનાવે છે.

આ પણ વાંચોઃ kedarnath: બાબા કેદારનાથનાથ ના દર્શન કરવા બનશે વધુ સરળ, જેનાથી યાત્રાળુઓ ફક્ત 36 મિનિટમાં પહોંચી શકશે

એટલું જ નહીં હમાસે શાંતિ કરાર હેઠળ 20 જીવિત ઇઝરાયલી બંધકોને મુક્ત તો કર્યા, પરંતુ હમાસ દ્વારા અપહરણ કરાયેલા વ્યક્તિઓના મૃતદેહ ઇઝરાયલને સોંપ્યા નથી. સામે પક્ષે ઇઝરાયલે 2000થી વધુ પેલેસ્ટિનિયન કેદીઓને છોડ્યા છે. ઇઝરાયેલ નું કહેવું છે કે હમાસે યુદ્ધ વિરામનું ઉલ્લંઘન કર્યું છે, તે મૃતદેહોને સોંપવામાં વિલંબ કરી રહ્યું છે.

આ પણ વાંચોઃ Pankahj Deheer Died: બી.આર.ચોપરાની ‘મહાભારત’માં કર્ણની ભૂમિકા ભજવનારા પંકજ ધીરનું 68 વર્ષની વયે નિધન- વાંચો વિગત

આ ઘટનાક્રમ વચ્ચે હમાસના લડાકુઓ ગાઝા સિટીમાં વધુ સક્રિય થઈ રહ્યા છે, આજના સંકટમાં, ટ્રમ્પની ધમકી હમાસ માટે નવો પડકાર છે, શું તે હથિયારોનો ત્યાગ કરશે ? કે ફરીથી વિગ્રહની આગ ભડકાવશે? મધ્ય પૂર્વનું ભાવિ આ પગલાં પર નિર્ભર છે, અને વિશ્વ નેતાઓની નજર આ રમત પર જ કેન્દ્રિત છે. શાંતિની આશા હજુ જીવિત છે, પરંતુ તેને મજબૂત કરવા માટે કડક વ્યૂહરચના જરૂરી છે! નહિતર ફરીથી લોહિયાળ જંગમાં ગાઝા રક્ત રંજિત થશે.

Sameer Shukla
સમીર શુક્લ જાણીતા વરિષ્ઠ પત્રકાર છે, છેલ્લા અઢી દાયકાનો તેમનો પત્રકારત્વનો અનુભવ છે. તેઓ હાલ અમેરિકાના ન્યુ-જર્સી રાજ્યમાં રહે છે.