Dharmendra

Dharmendra:આજ સવારથી ધર્મેન્દ્રના અવસાનની ખબરો ફેલાતા, હેમા માલિની અને દીકરી ઇશા દેઓલે કરી સ્પષ્ટતા, વાંચો વિગત

બોલિવુડ ડેસ્ક, 11 નવેમ્બરઃ Dharmendra: મુંબઈ: મંગળવારે સવારે ભારતીય સિનેમાના સુપરસ્ટાર ધર્મેન્દ્રનું અવસાન થઈ ગયું હોવાના અહેવાલ મીડિયામાં વહેતા થયા છે. તેમની તબિયત વધારે ખરાબ થઈ હોવાથી તેમને મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ધર્મેન્દ્રના અવસાનની દુઃખદ ખબર ફેલાતાની સાથે જ તેમના ચાહકો અને નજીકના લોકો આઘાતમાં સરી પડ્યા હતા. આખો દેઓલ પરિવાર હોસ્પિટલમાં હાજર હોવાના અહેવાલ છે.

 

View this post on Instagram

 

A post shared by F I L M Y G Y A N (@filmygyan)

મંગળવાર સવારથી જ સોશિયલ મીડિયા પર તેમના લાખો ચાહકો પોસ્ટ મૂકીને તેમને શ્રદ્ધાંજલિ આપી રહ્યા છે. તેઓ છેલ્લા કેટલાક દિવસોથી હોસ્પિટલમાં દાખલ છે. શ્વાસ લેવામાં તકલીફ થયા બાદ તેમને આઈસીયૂમાં ખસેડવામાં આવ્યા હતા. નિધનના અહેવાલ વચ્ચે તેમની પુત્રી ઈશા દેઓલે અને પત્ની હેમા માલિની આ સમાચારને ખોટા ગણાવ્યા છે. ઈશા દેઓલના મતે તેમની તબિયતમાં સુધારો થઈ રહ્યો છે.

આ પણ વાંચોઃ Delhi Car Blast: દિલ્હી કાર બ્લાસ્ટ બાદ લાલ કિલ્લો ત્રણ દિવસ માટે બંધ, ભારત-સાઉથ આફ્રિકા મેચ અંગે મોટો નિર્ણય- વાંચો વિગત

હેમા માલિનીએ અફવાઓનું ખંડન કરતા X પર લખ્યું, ‘જે થઈ રહ્યું છે, એ માફ કરવા યોગ્ય નથી. જવાબદાર ન્યુઝ ચેનલો કેવી રીતે આવા ખોટા સમાચાર ફેલાવી શકે છે, જે વ્યક્તિ સારવાર લઇ રહી છે અને રિકવર થઈ રહી છે એના વિષે. આ ખુબ અપમાનજનક અને બેજવાબદારી ભર્યું વર્તન છે. કૃપા કરીને પરિવાર અને એમની પ્રાઇવસીનું સન્માન કરો.’

 

View this post on Instagram

 

A post shared by ESHA DEOL (@imeshadeol)

એક સત્તાવાર પોસ્ટ શેર કરતા ઈશાએ લખ્યું, “સોશિયલ મીડિયા ખોટી માહિતી ફેલાવવા માટે ખૂબ જ ઝડપી છે. મારા પિતા સ્વસ્થ થઈ રહ્યા છે. અમે બધાને વિનંતી છે, કે અમારા પરિવારને થોડી પ્રાઇવસી આપો. બધાને પ્રાર્થના બદલ આભાર.”

સની દેઓલે તેમની તબિયતને સ્થિર ગણાવી હતી, પછી હેમા માલિનીએ પોસ્ટ શેર કરીને ચાહકોને તેમના માટે પ્રાર્થના કરવાની અપીલ કરી હતી. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, 10 નવેમ્બરે ધર્મેન્દ્રની અચાનક તબિયત બગડ્યા બાદ તેમને ડોક્ટરોની દેખરેખમાં રાખવામાં આવ્યા હતા. દિગ્ગજ અભિનેતા પરિવારના લોકો હોસ્પિટલમાં હાજર છે. ગયા અઠવાડિયે ખબર આવી હતી કે ધર્મેન્દ્રને નિયમિત ચેકઅપ માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. પરિવારના નજીકના સૂત્રોએ ખાતરી આપી હતી કે ચિંતા કરવાની કોઈ જરૂર નથી.

આ પણ વાંચોઃ Restaurant: આ બોલિવુડ અભિનેત્રી ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે શરુ કરશે આલિશાન રેસ્ટોરન્ટ- વાંચો વિગત