Mock Drill

Civil Defense Mock Drill: આજે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ- વાંચો વિગત

અમદાવાદ, 29 મેઃ Civil Defense Mock Drill: જમ્મુ કાશ્મીરના પહલગામ આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ ઓપરેશન સિંદૂર હેઠળ પાકિસ્તાનના આતંકી ઠેકાણાઓ પર એર સ્ટ્રાઈક કરી હતી. આ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિને લઈને ગુજરાત સહિત દેશના અનેક જિલ્લામાં મોક ડ્રીલ થઈ હતી. જ્યારે સરહદ પર સીઝફાયર બાદ સિવિલ ડિફેન્સે ગુજરાત સહિત પાંચ રાજ્યોમાં મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચોઃ Recruitment Talati: રેવન્યુ તલાટીની 2389 જગ્યા પર ભરતી જાહેર, આ તારીખથી ભરાશે ફોર્મ

દેશભરના પાંચ રાજ્યોમાં આજે ગુરુવારના રોજ (29 મે) મોક ડ્રીલ યોજવાને લઈને સિવિલ ડિફેન્સ દ્વારા નિર્ણય કરવામાં આવ્યો છે, ત્યારે ગુજરાત સહિત સરહદી રાજ્યોમાં રાજસ્થાન, પંજાબ, હરિયાણા અને જમ્મુ કાશ્મીરમાં સાંજે 5 થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ યોજવાનો નિર્ણય કરાયો છે.

ગુજરાતમાં આજે સાંજે 5 વાગ્યા થી 8 વાગ્યા સુધી મોક ડ્રીલ થશે. આ બાબતે ગુજરાત સરકારના ગૃહ વિભાગના સૂત્રો દ્વારા કન્ફર્મેશન આપવામાં આવ્યું છે. ભારત પાકિસ્તાન વચ્ચે ઉભી થયેલી તંગદિલી બાદ અગાઉ પણ મોક ડ્રીલ કરવામાં આવી હતી અને આજે ગુરુવારે ફરી એક વખત સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ કરશે.

આ પણ વાંચોઃ Hera Pheri 3 Controversy: આખરે પરેશ રાવલે ફિલ્મ હેરા ફેરી 3 કેમ છોડી, કારણ આવ્યુ સામે- વકીલે કર્યો ખુલાસો