Chenab Railway Bridge

Chenab Railway Bridge: આજે PM મોદીએ એફિલ ટાવરથી પણ ઊંચા ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું, વાંચો શું છે ખાસિયત

નવી દિલ્હી, 06 જૂન: Chenab Railway Bridge: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે (શુક્રવારે) જમ્મુ અને કાશ્મીરની મુલાકાતે છે, જ્યાં તેઓએ ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું. ત્યારબાદ વડાપ્રધાન કટરા-શ્રીનગર વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપશે. વિશ્વનો સૌથી ઊંચો બ્રિજ ચિનાબ, ભારતભરમાંથી કાશ્મીર ખીણને ઓલ-વેધર રેલ કનેક્ટિવિટી પ્રદાન કરશે અને કટરા-શ્રીનગર મુસાફરીનો સમય ઓછો કરશે. વડાપ્રધાને એ ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે. આ પછી, તેઓ કટરામાં 46,000 કરોડ રૂપિયાથી વધુના અનેક વિકાસ પ્રોજેક્ટ્સનો શિલાન્યાસ, ઉદ્ઘાટન કરીને રાષ્ટ્રને સમર્પિત કરશે.

નદીથી આશરે 359 મીટરની ઊંચાઈ પર બનેલો આ બ્રિજ વાસ્તુકળાનો અજાયબી ચિનાબ રેલ બ્રિજ વિશ્વનો સૌથી ઊંચો રેલ્વે આર્ય બ્રિજ છે. તે 1,315 મીટર લાંબો સ્ટીલ આર્ચ બ્રિજ છે, જે પેરિસના એફિલ ટાવર કરતા 35 મીટર ઊંચો છે. જે ભૂકંપ અને પવનની સ્થિતિનો સામનો કરી શકે તેવી રીતે ડિઝાઈન કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Peshawar: પાકિસ્તાનના પેશાવરમાં ભીષણ બ્લાસ્ટ થતા એક નેતાનું મોત નિપજ્યુ, 3 લોકો ઇજાગ્રસ્ત- વાંચો વિગત

આ પુલ 260 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ભૂકંપીય ઝોન-V માં પણ સ્થિર રહી શકે છે. તેના નિર્માણમાં 30,000 ટન સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને અડધા ફૂટબોલ મેદાન જેટલો પહોળો પાયો બનાવવામાં આવ્યો છે. આ પુલનું આયુષ્ય 120 વર્ષ હોવાનું કહેવાય છે અને તેના પર ટ્રેનો 100 કિલોમીટર પ્રતિ કલાકની સ્પીડમાં દોડી શકે છે.

ચિનાબ બ્રિજ રિક્ટર સ્કેલ પર 8 ની તીવ્રતા સુધીના ભૂકંપનો સામનો કરી શકે છે. તે 40 ટન TNT જેટલી તીવ્રતાના વિસ્ફોટોનો પણ સામનો કરી શકે છે. પુલનો મોટો પ્રભાવ જમ્મુ અને શ્રીનગર વચ્ચે જોડાણ વધારવાનો રહેશે. પુલ પર દોડતી વંદે ભારત ટ્રેન દ્વારા, કટરા અને શ્રીનગર વચ્ચે મુસાફરી કરવામાં લગભગ ૩ કલાક લાગશે, જેના કારણે વર્તમાન મુસાફરીના સમયમાં 2- 3 કલાક ઘટી જશે.

વડાપ્રધાને ઉધમપુર-શ્રીનગર-બારામુલ્લા રેલ લિંક (USBRL) પ્રોજેક્ટ પણ રાષ્ટ્રને સમર્પિત કર્યો. 272 કિમી લાંબા USBRL પ્રોજેક્ટ, જેની કિંમત લગભગ રૂ. 43780/- કરોડ છે, તેમાં 36 ટનલ અને 943 પુલનો સમાવેશ થાય છે.

પીએમ નરેન્દ્ર મોદી ચિનાબ નદી પર વિશ્વના સૌથી ઊંચા રેલ્વે બ્રિજ અને દેશના પ્રથમ કેબલ-સ્ટેડ અંજી પુલનું ઉદ્ઘાટન કરશે. ચિનાબ નદી પર બનેલો 1.3 કિમી લાંબો રેલ્વે પુલ 359 મીટર ઊંચો છે, જે પેરિસના એફિલ ટાવર કરતાં 35 મીટર ઊંચો છે. આ પુલ 260 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન અને ભૂકંપ ઝોન-V માં પણ સ્થિર રહી શકે છે. તેના નિર્માણમાં 30,000 ટન સ્ટીલ અને અડધા ફૂટબોલ મેદાન જેટલા પહોળા પાયાનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચોઃ Hina Khan wedding: એક્ટ્રેસ હિના ખાને પોતાના લોંગ ટાઇમ બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે કર્યા લગ્ન- જુઓ ફોટોઝ