Helicopter Booking Kedarnath

Char Dham Yatra 2025: કપાટ ખુલતા પહેલા જ કેદારનાથ હેલિકોપ્ટર સેવાનું બુકિંગ 5 મિનિટમાં થઇ ગયુ ફુલ, જાણો કેટલુ છે ભાડું

ધર્મ ડેસ્ક, 09 એપ્રિલઃ Char Dham Yatra 2025: ઉત્તરાખંડની ચારધામ યાત્રાની શરુઆત 30 એપ્રિલથી થઈ રહી છે. જો કે, કેદારનાથ ધામના કપાટ 2 મે ના રોજ ખુલી જશે. પરંતુ તેના માટે મંગળવારથી હેલીકોપ્ટર બુંકિગ સેવા શરુ કરવામાં આવી હતી. ઉલ્લેખનીય છે કે, શ્રદ્ધાળુઓને હેલિકોપ્ટરથી પણ દર્શન કરવા માટે કેદારનાથ લઈ જવામાં આવે છે. પરંતુ મહત્ત્વની વાત એ છે, જેવી હેલિકોપ્ટર બુકિંગ સેવાની શરુઆત થઈ તેની પાંચ જ મિનિટમાં 35 હજાર ટિકિટ બુક થઈ ગઈ હતી.

પહેલીવાર ઉત્તરાખંડના પુષ્કર સિંહ ધામી સરકારે IRCTC એ હેલિકોપ્ટર ટિકિટ બુકિંગની જવાબદારી આપવામાં આવી છે. અત્યાર સુધી ટિકિટ ફક્ત હેલિકોપ્ટર કંપનીઓ પાસેથી જ બુકિંગ કરાવી શકાતી હતી. મંગળવારના રોજ 12 વાગે હેલિકોપ્ટર બુંકિંગની સેવાની શરુઆત થઈ હતી અને 12: 05 વાગ્યે સ્ક્રીન પર ‘નો રૂમ’ જોવા મળ્યું હતુ. એટલે કે તમામ ટિકિટો 5 મિનિટમાં બુક થઈ ગઈ. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈતિહાસમાં આવું પહેલી વાર બન્યું છે.

આ પણ વાંચોઃ Daily Allowance: ફિક્સ પગાર ધરાવતા સરકારી કર્મચારીઓ માટે સારા સમાચાર, દૈનિક ભથ્થામાં થશે વધારો- વાંચો વિગત

નોંધનીય છે કે, શ્રદ્ધાળુઓ આ વખતે ચારધામ યાત્રાને લઈને વધુ ઉત્સાહી જોવા મળી રહ્યા છે. તમને જણાવી દઈએ કે, હેલિકોપ્ટર દ્વારા ગુપ્તકાશીથી કેદારનાથનું ભાડુ 8532 રુપિયા છે, જ્યારે ફાટાથી 6062 રુપિયા અને સિસોથી 6060 રુપિયા પ્રતિ યાત્રી છે. આ વખતે શ્રદ્ધાળુઓની સંખ્યા પર કોઈ સમય મર્યાદા રાખવામાં નહીં આવે. આ માહિતી ગઢવાલ ડિવિઝનલ કમિશનર વિનય શંકર પાંડેએ આપી હતી. એટલે કે, આ વખતે એક દિવસમાં જેટલા ભક્તો ઈચ્છે તેટલા દર્શન કરી શકશે.

પ્રવાસ સંબંધિત મહત્ત્વપૂર્ણ જાણકારી 

  • ચારધામ યાત્રા 30 એપ્રિલથી શરૂ થશે
  • કેદારનાથના દરવાજા 2 મેના રોજ ખુલશે
  • મંગળવારથી હેલિકોપ્ટર બુકિંગની શરુઆત
  • મે મહિના માટે 38 હજાર ટિકિટ માત્ર પાંચ મિનિટમાં બુક થઈ ગઈ
  • તમે ત્રણ અલગ અલગ લેન્ડિંગ પેડ પરથી હેલિકોપ્ટર લઈને કેદારનાથ જઈ શકો છો.
  • ગુપ્તકાશી, ફાટા અને સિરસી હેલિપેડથી હેલિકોપ્ટર લેવું પડે છે.
  • ગુપ્તકાશીથી કેદારનાથ સુધી હેલિકોપ્ટર દ્વારા ભાડું: 8532 રૂપિયા
  • ફાટાથી કેદારનાથનું ભાડું 6062 છે.
  • સિસોથી કેદારનાથનું ભાડું 6060 છે