ધર્મ ડેસ્ક, 30 એપ્રિલઃ Char Dham Yatra 2025: આજે અક્ષય તૃતીયાના દિવસે શ્રદ્ધાળુઓ માટે ગંગોત્રી ધામના કપાટ ખોલી દેવામાં આવ્યા છે. આ સાથે જ લગભગ 6 મહિના સુધી ચાલનારી ચાર ધામ યાત્રાની શરૂઆત થઈ ચૂકી છે. આ પહેલા આજે સવારે માતા ગંગાની પાલખી મુખભાથી ગંગોત્રી ધામ પહોંચી હતી. રાજપૂતાના રાઈફલ્સ બેન્ડની ધૂન વચ્ચે ગંગાની પૂજા-અર્ચના કરવામાં આવી. હેલિકોપ્ટર દ્વારા મંદિર પર ફૂલો પણ વરસાવ્યા.
પૂજા દરમિયાન હજારો શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા. ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામીએ પણ પૂજા-અર્ચના કરી. ગંગોત્રી બાદ યમુનોત્રી ધામના કપાટ પણ ખોલી દેવામાં આવ્યા છે. યમુનોત્રી ધામ પર 10 હજારથી વધુ શ્રદ્ધાળુઓ હાજર રહ્યા હતા.
◾️ઉત્તરાખંડમાં આજે #અક્ષય_તૃતીયાના અવસરે #ગંગોત્રી મંદિરોના દરવાજા ખોલવાની સાથે #ચાર_ધામ_યાત્રાનો પ્રારંભ થયો
◾️મા ગંગાની ઉત્સવની ડોલી ભૈરવ ખીણના ભૈરવ મંદિરથી ગંગોત્રી પહોંચી
◾️પરંપરાગત પ્રાર્થના અને વૈદિક મંત્રોચ્ચાર સાથે ગંગોત્રી ધામના દરવાજા ખોલવામાં આવ્યા pic.twitter.com/OJj2SU8t8Q
— AIR News Gujarat (@airnews_abad) April 30, 2025
આ પણ વાંચોઃ Heatwave Alert: ગુજરાતના આ જિલ્લામાં તાપમાન 40 ડિગ્રીને પાર થયુ; આગામી 5 દિવસમાં થશે હવામાનમાં ફેરફાર
ઉલ્લેખનીય છે કે, યમુનોત્રી ધામમાં માતા યમુનાના આગમન અને માતા યમુનાના પિયર ખરસાલી ગામમાં યમુનાજીના વિદાયની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. આ અવસર પર ઘણા પ્રવાસીઓ પહેલાથી જ આવી ચૂક્યા છે. અક્ષય તૃતીયાના શુભ અવસર પર માતા યમુનાની પાલખી આજે સવારે ૮:૩૦ વાગ્યે ખરસાલી ગામથી યમુનોત્રી ધામ માટે રવાના થઈ હતી અને ધામ પહોંચ્યા પછી સ્નાન વગેરે બાદ શ્રદ્ધાળુઓ માટે મંદિરના કપાટ ખોલવામાં આવ્યા.
યાત્રા રૂટ પર અલગ અલગ સ્થળોએ કેમ્પ કરવા માટે નવ ASP અને DSP સ્તરના અધિકારીઓને નિર્દેશ આપવામાં આવ્યો છે. આ સાથે જ આ વર્ષે પહેલીવાર કેન્દ્ર સરકાર પાસેથી 10 અર્ધલશ્કરી દળોની માગ પણ કરવામાં આવી છે. સૌથી મહત્ત્વપૂર્ણ ટ્રાફિક યોજના અંગે મોટી તૈયારીઓનો દાવો કરવામાં આવ્યો છે.

