વડોદરા, 17 માર્ચઃ Car Accident: હોળી પર્વની રાત્રે કારેલીબાગ વિસ્તારમાં બેફામ રીતે કાર હંકારીને આઠ વ્યક્તિઓને અડફેટમાં લેનાર રક્ષિત ચોરસિયાને એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાંથી સસ્પેન્ડ કરવાની માગ કરાઈ છે. આ મુદ્દે એનએસયુઆઈ દ્વારા આજે(17 માર્ચ, 2025) હેડ ઓફિસ ખાતે દેખાવો કરવામાં આવ્યા હતા.
Law students protest near MSU office, demanding Rustication of Rakshit Chaurasiya.
The students are calling for Rakshit’s expulsion and the cancellation of his college admission.#VadodararoadAccident #vadodaraaccident #Vadodara pic.twitter.com/rAE8AInLwE
— Kumar Ankit (@Kumar_Ankit03) March 17, 2025
આ પણ વાંચોઃ Summer weather forecast: આજે રાજ્યભરમાં ગરમીમાં થયો વધારો, જાણો તમારા શહેરમાં કેટલુ છે તાપમાન?
રક્ષિત ચોરસિયાને સસ્પેન્ડ કરવાની રજૂઆત સાથે એનએસયુઆઈ દ્વારા ઈન્ચાર્જ વાઈસ ચાન્સેલરને આવેદનપત્ર પણ આપવામાં આવ્યું હતું. એનએસયુઆઈએ કહ્યું હતું કે, ‘તા.13 માર્ચના રોજ રક્ષિત ચોરસિયાએ બેફામ કાર હંકારીને સર્જેલા અકસ્માતમાં એક મહિલાનું મોત નીપજ્યું છે. બીજા સાત લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત છે. આરોપી રક્ષિત એમ.એસ.યુનિવર્સિટીની લો ફેકલ્ટીમાં અભ્યાસ કરે છે. તેના કુકર્મના કારણે યુનિવર્સિટીનું નામ પણ ખરડાયું છે.’
એનએસયુઆઈએ વધુમાં રજૂઆત કરી હતી કે, ‘કાયદાનો અભ્યાસ કરતો વિદ્યાર્થી જ કાયદાનું પાલન નથી કરી રહ્યો ત્યારે આ વિદ્યાર્થીને વહેલી તકે યુનિવર્સિટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવે.’

