નવી દિલ્હી, 20 ડિસેમ્બરઃ Canada Stops PR On LMIA: કેનેડા સતત પોતાની ઈમિગ્રેશન પોલિસી આકરી બનાવી લોકોના પ્રવેશ અને વસવાટ પર રોક લગાવી રહ્યું છે. હવે કેનેડાએ લેબર માર્કેટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ (LMIA) પર મળતાં PR વિઝાનો માર્ગ બંધ કર્યો છે. કેનેડા આગામી ત્રણ વર્ષમાં PRની સંખ્યા ઘટાડી 11.4 લાખ કરવાનો લક્ષ્યાંક ધરાવે છે.
કેનેડાના ઈમિગ્રેશન મંત્રાલયે LMIA દ્વારા રોજગારી ઓફર કરતાં PR વિઝાની એક્સપ્રેસ એન્ટ્રી પોઈન્ટ્સ સિસ્ટમ દૂર કરી છે. આ પગલું લેવા પાછળનું કારણ ખોટી રીતે પૈસા આપી જોબ ઓફર મેળવતા લોકો પર લગામ લાદવાનું છે. ઘણાં લોકો કેનેડામાં સ્થાયી અને રોજગાર આપતાં લોકોને પૈસા ખવડાવી LMIA પર PR વિઝા મેળવી રહ્યા હોવાનું જાણવા મળ્યું છે.
આ પણ વાંચોઃ AMC દ્વારા શહેરના નાગરિકો માટે લેવાયો મહત્ત્વનો નિર્ણય, હવે એફિડેવિટ કર્યા વગર જ E-KYC થઈ શકશે- વાંચો વિગત
કેનેડામાં સ્થાયી થવાનું સપનું ધરાવતા ઘણા ભારતીયો પરમેનન્ટ રેસિડન્ટ બનવા LMIAનો માર્ગ અપનાવતા હોય છે. આ માર્ગ સરળ અને ઝડપી છે. ગતવર્ષે લગભગ 52100 ભારતીયોને PR મળ્યા હતા. જે કેનેડા દ્વારા મંજૂર કરવામાં આવેલા કુલ PRના 47 ટકા છે.
શું છે LMIA?
કેનેડા દ્વારા 2014માં અમલી LMIA આધારિત વિઝા ટેમ્પરરી ફોરેન વર્ક પ્રોગ્રામનો એક ભાગ છે. જેનો ઉદ્દેશ કેનેડામાં શ્રમિકોની અછત દૂર કરવાનો હતો. આ પહેલ હેઠળ, કેનેડાનો એમ્પ્લોયર વિદેશી કામદારની ભરતી કરી શકે છે. જેના માટે LMIA એપ્લિકેશન કરવાની રહે છે. જેને મંજૂરી મળતાં વિદેશી કામદારને કેનેડામાં નોકરી કરવા માટે PR મળે છે. કેનેડામાં કોમ્પ્રેહેન્સિવ રેન્કિંગ સિસ્ટમના આધારે પીઆર આપવામાં આવે છે. જેમાં એલએમઆઈએ પર રોજગારી મેળવનારાને 50 પોઈન્ટ અને સિનિયર તથા ઉંચો પે-સ્કેલ ધરાવતી રોજગારી માટે 200 પોઈન્ટ મળે છે. આ પોઈન્ટ સિસ્ટમ બંધ થતાં હવે પીઆર મેળવવા મુશ્કેલ બનશે.
આ પણ વાંચોઃ Lips Care Tips: હોઠની સુંદરતા જાળવવા અને ફાટેલા હોઠથી છુટકારો મેળવવા અપનાવો આ ઘરેલુ ઉપાય

