નવી દિલ્હી, 01 ફેબ્રુઆરીઃ Budget 2025: આજે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ બજેટ રજૂ કરી રહ્યા છે. આ મોદી સરકાર 3.0નું પ્રથમ પૂર્ણકાલિક બજેટ છે. નિર્મલા સીતારમણે સતત 8મી વખત બજેટ રજૂ કર્યું છે. નાણા મંત્રીએ બજેટમાં તમામ વર્ગોનું ધ્યાન રાખવાનો પ્રયત્ન કર્યો છે.
આ બજેટમાં થનારી જાહેરાતો સામાન્ય વ્યક્તિ પર ખૂબ મોટી અસર કરે છે. બજેટમાં મધ્યમવર્ગને આશા હોય છે જીવન જરૂરિયાતની વસ્તુઓ સસ્તું થાય છે. ત્યારે બજેટમાં કેટલીક વસ્તુઓ સસ્તી થઇ છે, જ્યારે કેટલીક વસ્તુઓ મોંઘી બની છે. આવો જાણીએ આ બજેટમાં કઇ વસ્તુઓ સસ્તી થઇ છે અને કઇ વસ્તુઓના મોંઘી બની છે.
આ પણ વાંચોઃ Budget 2025: બજેટમાં મહિલાઓ માટે મોટી જાહેરાત, ગેરંટી વિના લોન તથા ડિજિટલ ટ્રેનિંગ મળશે- વાંચો વિગત
શું સસ્તુ થયું?
– કેન્સરની દવાઓ સસ્તી
– ઔષધી અને દવાઓ સસ્તી
– મેડિકલ ઉપકરણ સસ્તા થશે
– 36 જીવન રક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી સમાપ્ત
– અનેક પ્રકારના ખનિજોની કિંમત ઘટશે
– હથવણાટથી બનેલા કપડા સસ્તા થશે
– ભારતમાં બનેલા કપડા સસ્તા થશે
– 6 જીવન રક્ષક દવાઓ પર 5 ટકા કસ્ટમ ડ્યુટી(શુલ્ક)
– LED-LCD TV સસ્તા
– મોબાઈલ ફોન સસ્તા થશે
– ઈલેક્ટ્રીક ગાળીઓ સસ્તી થશે
– EV બેટરી સસ્તી
– ચામડાથી બનેલા સામાન સસ્તા
– મોબાઈલ ફોન બેટરી સસ્તી
– સમુદ્રિ ઉત્પાદનો સસ્તા
– ફ્રોઝન ફિશ પેસ્ટ
After the presentation of the #UnionBudget2025, here’s how your expenditure will change. Check what became cheaper and what became costlier!
How does it affect you? #Budget #TaxPayers #incometaxbill pic.twitter.com/kGQDrySwhy
— BankBazaar (@BankBazaar) February 1, 2025
શું મોંઘુ થયું?
– લક્ઝરી કાર
– ઈલેક્ટ્રોનિક્સ
– કપડાં
– ફર્નિચર
– મોંઘા રમકડાં
– યાટ્સ અને લક્ઝરી બોટ
– ફ્લેટ પેનલ ડિસ્પ્લે, ટીવી ડિસ્પ્લે
– ફેબરિક
આ પણ વાંચોઃ Aero India 2025: પહેલીવાર રશિયાનું એડવાન્સ્ડ ફાઈટર જેટ ભારત આવશે, જેના કારણે આ દેશોની વધશે મુશ્કેલી

