બોટાદ, 13 માર્ચઃ Botad:બોટાદ જિલ્લાના ગઢડાના ચોસલા ગામ નજીક કાળુભાર નદીમાં ન્હાવા પડેલા ચાર રાજસ્થાની શ્રમિકોમાંથી બે લોકો ડૂબ્યા હતા. જ્યારે બે શ્રમિકોને બચાવી લેવામાં આવ્યા હતા.ડૂબી ગયેલા બંને વ્યક્તિઓની ઓળખ પવનસિંહ અને પૃથ્વીસિંહ તરીકે થઈ છે.
આ ઘટનાની જાણ થતાં સ્થાનિક વહીવટી તંત્ર તુરંત સક્રિય થયું છે અને ડૂબેલા બંને વ્યક્તિઓને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે. આ ચારેય વ્યક્તિઓ રાજસ્થાનના સિકર જિલ્લાના વતની છે અને ચોસલા ગામમાં કડિયા કામ કરતા હતા.
આ પણ વાંચોઃ Diploma Courses: કરીયરને લઇ કન્ફ્યુઝ છો તો ધોરણ 12 પછી કરો આ ડિપ્લોમા કોર્સ, મળશે સારા પગારની નોકરી
આ પણ વાંચોઃ RTE Form Filling Deadline: ગુજરાતમાં RTE હેઠળ ફોર્મ ભરવાની છેલ્લી તારીખ લંબાવાઈ- વાંચો આ મહત્વની જાણકારી

