અહેવાલ – સમીર શુક્લ
વર્લ્ડ ન્યુઝ, 18 એપ્રિલઃ Blue Origin: અમેરિકી અબજોપતિ જેફ બેજોસ ની કંપની ‘બ્લુ ઓરીજને’ મિશન NS- 31 સફળતાપૂર્વક પાર કરીને ઇતિહાસ રચી દીધો. આ મિશન અંતર્ગત જેફ બેજોસની ફિયાન્સી લોરેન સાંચેજ, Popstar કૈટી પેરી સહિત છ મહિલા સભ્યો એ 14 એપ્રિલ 2025ના રોજ અંતરિક્ષની યાત્રા કરી. આ રોકેટ પૃથ્વીની દરિયાઈ સપાટીથી લગભગ 105 કિલોમીટર ની ઊંચાઈ સુધી અંતરિક્ષમાં ગયું હતું. Blue Origin નું New Shepard rocket પશ્ચિમ ટેક્સાસથી ઉડાન ભર્યું હતું. રોકેટમાં સવાર તમામ મહિલા યાત્રીઓએ Zero Gravity નો અનુભવ કર્યો.
મજાની વાત એ છે કે જ્યારે ક્રૂ મેમ્બર્સ અંતરિક્ષમાં પહોંચ્યાં ત્યારે પોપ સ્ટાર કેટ પેરીએ ગીત ગાતી હતી. Texasથી 2300 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે રોકેટ અંતરિક્ષ તરફ આગળ વધ્યું હતું. એટલે કે ધ્વનિની ગતિથી ત્રણ ગણી વધુ ઝડપ.
આ પણ વાંચોઃ Chardham Yatra 2025: ચાર ધામ યાત્રા કરવાનું વિચારી રહ્યા છો, તો જાણી લો ક્યારે ખુલી રહ્યા છે કપાટ?
છ મહિલાઓની ટીમમાં પૉપ ગાયિકા કેટી પેરી, પત્રકાર – ગેલ કિંગ, વૈજ્ઞાનિક અને ફિલ્મ નિર્માતા સહિત અલગ અલગ ક્ષેત્રની મહિલાઓ સામેલ હતી.
Space unlocks a view that shifts your perspective forever.
On April 14, Blue Origin successfully completed its 11th human spaceflight for the New Shepard program. pic.twitter.com/RusR5GdnLX
— Blue Origin (@blueorigin) April 16, 2025
વર્ષ 1963 બાદ પહેલી વખત એવું બન્યું કે અંતરિક્ષમાં મહિલાઓની ટીમે એક સાથે યાત્રા કરી હોય. આ પહેલા રશિયન અંતરિક્ષ યાત્રી વેલેન્ટિના ટેરેશ્કોવે 1963માં એકલા મુસાફરી કરી હતી.
Human rights Activists –
– અમાંડા ઇંગુઍન, નાસાની પૂર્વ રોકેટ વૈજ્ઞાનિક આયશા બોવે અને ફિલ્મ નિર્માતા કેરીયન ફ્લીન શામેલ હતી. છ મહિલાઓના ગ્રુપનું નેતૃત્વ જેફ બેજોસ ની મિત્ર લોરેન સાંચેજે કર્યું હતું.
– પૃથ્વી અને અંતરિક્ષ વચ્ચેની કાલ્પનિક રેખાને ‘કાર્મન રેખા’ કહેવાય છે જે આ રોકેટે પાર કર્યું હતું.
– કહેવાય છે કે લોરેન સાંચેજે 2023માં Vogue મેગેઝિનને એક interview આપ્યો હતો જેમાં તેણે સપનું જોયું હતું કે તે અંતરિક્ષમાં મહિલાઓ સાથે યાત્રા કરવા માંગે છે
– Blue Origin ના આ અંતરિક્ષ મિશનથી એક વાત નક્કી છે કે સામાન્ય વ્યક્તિઓની માનસિકતા બદલાશે અને આવનારી પેઢી માટે આ ઘટના પ્રેરણા રૂપ બનશે, કે દુનિયામાં કશું જ અશક્ય નથી.
– samnews18@gmail.com


