અમદાવાદ, 21 ડિસેમ્બરઃ Blast in Parcel: અમદાવાદના સાબરમતી વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. સાબરમતી એરિયામાં આવેલા શિવમ રો હાઉસ ખાતે એક પાર્સલમાં બેટરી બ્લાસ્ટની ઘટના બનતાં બે લોકો ઈજાગ્રસ્ત થયા છે. પાર્સલમાં રહેલી બેટરીમાં બ્લાસ્ટ થતાં ડિલિવરી બોય અને પાર્સલ રિસીવ કરનાર બળદેવભાઇ સુખડીયા ઘાયલ થયા હોવાનું પ્રાથમિક તબક્કે જાણવા મળ્યું છે. આ ઘટનામાં ગૌરવ ગઢવી નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે.
પાર્સલ રિસિવ કરતી વખતે અચાનક ધડાકાભેર બેટરી ફાટતાં મોટો બ્લાસ્ટ થયો હતો. જેના લીધે આસપાસમાંથી લોકો દોડી આવ્યા હતા. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો અને બ્લાસ્ટ અંગે વધુ તપાસ હાથ ધરી છે. આ ઉપરાંત ડૉગ સ્ક્વોડ અને ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો છે.
આ પણ વાંચોઃ SBI Bank Recruitment 2024: SBI બેંકમાં 13000 કરતાં વધુ જગ્યા પર ભરતી, ઓનલાઈન અરજી પ્રક્રિયા શરુ
મળતી માહિતી અનુસાર પાર્સલ રિસિવ કરનાર બળદેવભાઇ સુખડીયા હાઈકોર્ટમાં કારકૂન તરીકે નોકરી કરે છે. આ ઘટના પાછળ જવાબદાર લોકોમાં જેનું નામ ખુલ્યું છે રૂપેન બારોટના છૂટાછેડા થયા હતા, તેની પત્ની બળદેવભાઈને ભાઈ માને છે. બળદેવભાઈ હાઈકોર્ટમાં નોકરી કરે છે તેથી રૂપેનને શંકા હતી કે બળદેવભાઈના કારણે તેમના છૂટાછેડા થયા છે તેની અદાવત રાખીને બદલો લેવા આ કૃત્ય કર્યું હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે..
પોલીસના જણાવ્યા અનુસાર આંતરીક મતભેદને કારણે પાર્સલ બ્લાસ્ટ કરવામાં આવ્યો હતો. અને બ્લાસ્ટ કરવા માટે રિમોટનો ઉપયોગ કરાયાની પણ પોલીસને આશંકા છે. અગાઉ ભોગ બનનનાર બળદેવભાઈને ધમકી મળી હતી. આરોપીઓ ડી કેબિન – ગોદાવરી વિસ્તારના હોવાની બાતમી મળી છે. અન્ય આરોપીના નામ પોલીસને મળી ગયા છે જેમની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
આ પણ વાંચોઃ Canada Stops PR On LMIA: કેનેડામાં PR થવુ બનશે અઘરુ, લાખો ભારતીયોને થશે અસર- જાણો શું છે LMIA

